GUJARATIDARSABARKANTHA

તલોદના અણખોલ ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું ઉત્સાહભેર સ્વાગત કર્યું

તલોદના અણખોલ ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું ઉત્સાહભેર સ્વાગત કર્યું

***

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણખોલ ગામે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા

આ પ્રસંગે ગામના સરપંચશ્રી, જનપ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button