GUJARATJETPURRAJKOT

Rajkot: ‘અહિંસા થી એકતા અભિયાન’ અંતર્ગત રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે ચાલી રહેલું યોગા અભિયાન

તા.૧૦/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર ઝોન કો-ઓર્ડીનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન અંતર્ગત તા. ૨ ઓક્ટોબર ૨૦૨૩ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં ‘અહિંસા થી એકતા અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે કેદી ભાઈઓ- બહેનો માટે ‘યોગ શિબિર’નું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.

આ કેદીભાઈઓને ઝોન કો-ઓર્ડીનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી, યોગ ટ્રેનર શ્રી હિતેશભાઈ કાચા અને શ્રી કિશોરભાઈ રાઠોડ દ્વારા યોગ શીખવાડવામાં આવે છે. કેદી બહેનોને મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર શ્રીમતી વંદનાબેન રાજાણી તથા શ્રીમતી ગીતાબેન સોજીત્રા અને ટ્રેનર શ્રી રશ્મિબેન કાચા, શ્રી મીરાબેન ધાધા અને શ્રી નંદિનીબા રાઠોડ દ્વારા યોગ શિખડાવવામાં આવે છે. ૨ ઓક્ટોબર(ગાંધી જયંતિ) થી યોગ શિબિરની શરૂઆત કરવામાં આવી છે જે ૩૧ ઓકટોબર(વલ્લભભાઈ પટેલ જયંતિ) સુધી સતત ચાલનાર છે.

[wptube id="1252022"]
Back to top button