MORBIMORBI CITY / TALUKOWANKANER

વીર દાદા જશરાજના શૌર્યદિન તરીકે તલાલા મહાજનના ઉપક્રમે વિવિધ કાર્યક્રમ સાથે વડીલ વંદના કાર્યક્રમ આયોજન

વીર દાદા જશરાજના શૌર્યદિન તરીકે તલાલા મહાજનના ઉપક્રમે વિવિધ કાર્યક્રમ સાથે વડીલ વંદના કાર્યક્રમ આયોજન

વાંકાનેર: તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ રઘુવંશી પરિવારો દ્વારા શ્રી રામધામ (જાલીડા) ખાતે રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો
જેમાં સમગ્ર ગુજરાતમાંથી પધારેલા રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ, મહાજન અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સન્માન સમારંભ સ્થળે યોજાયેલ મહા સંમેલનમાં આશરે ૧૦૦ કરોડના ખર્ચે રામધામ નિર્માણ કાર્યમાં પણ દાનનો પ્રવાહ થયો હતોતેમાં તલાલા મહાજન પ્રમુખ યોગેશભાઈ લાખાણી પણ ઉપસ્થિત રહ્યા હતા
જેઓએ આગામી તા. ૨૨ જાન્યુઆરીના રોજ વીર દાદા જશરાજના શૌર્યદિન તરીકે તલાલા મહાજનના ઉપક્રમે વિવિધ કાર્યક્રમ સાથે વડીલ વંદના કાર્યક્રમમાં તલાલા મહાજન તરફથી શ્રી રામધામના ટ્રસ્ટીઓ, આગેવાનો અને કાર્યકરોને પધારવાનું આમંત્રણ આપ્યું છે અને શૌર્યદિન પ્રસંગે શ્રી રામધામના નિર્માણ કાર્યમાં તલાલા મહાજન અગ્રણી બની રામધામ ટ્રસ્ટને પણ તલાલા મહાજનના દ્વારે રામધામનું પણ આયોજન કરેલ હોય ત્યારે કાર્યક્રમમાં હાજરી આપવા શ્રી રામધામ ટ્રસ્ટ અને કાર્યકરોએ તલાલા જવા ઉત્સાહ બતાવ્યો હતો

જે કાર્યક્રમમાં રાજકોટ, મોરબી, ટંકારા, કુવાડવા, વાંકાનેર, જસદણ, ચોટીલા સહિતના શહેરોમાંથી બહોળી સંખ્યામાં હાજરી કાર્યકરો અને આગેવાનો તલાલા પહોંચશે તેમ પણ જણાવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button