JETPURRAJKOT

જેતપુરમાં જર્જરિત બિલ્ડિંગમો સર્વે શરૂ થયો

રિપો્ટર:અમુ સિંગલ જેતપુર

તા.૨૮/૬/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

જામનગરની સાધના કોલોનીમાં જર્જરિત થઈ ગયેલ એક બ્લોક ધરાશાઈ થવાની દુર્ધટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે, જે અનુસંધાને રાજ્યભરમાં જર્જરિત ઇમરતોના સર્વે શરૂ થયાં છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ જર્જરિત બિલ્ડિંગમો સર્વે શરૂ થયો છે, જેતપુરના બાવાવાળાપરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના 168 ક્વાર્ટરનો સર્વે કરવામાં આવ્યો છે જેમાં જેતપુર નવાગઢ નગરપાલિકા, પીજીવીસીએલ અને મામલતદારની ટીમને સાથે રાખી ગુજરાત હાઉસિંગ બોર્ડના ઇજનેરોએ સર્વેની કામગીરી હાથ ધરી હતી,

નોંધનીય છે કે સર્વે દરમિયાન જર્જરિત ક્વાર્ટરમાં રહેતા લોકો દ્વારા રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી, સમગ્ર સર્વે બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને નગરપાલિકા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.. સાથે એ પણ નોંધનીય છે કે જો સરકાર દ્વરા જર્જરિત બ્લોક ખાલી કરાવશે તો બ્લોકધારકોને કયા જવું તે મોટો પ્રશ્ન થશે ત્યારે આવા લોકો માટે સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે તે પણ જરૂરી છે,

[wptube id="1252022"]
Back to top button