MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા નજીક કારની ઠોકરે બાઈક ચાલક વૃદ્ધને ઈજા

TANKARA:ટંકારા નજીક કારની ઠોકરે બાઈક ચાલક વૃદ્ધને ઈજા

મળતી માહિતી અનુસાર ટંકારામાં લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં.૧૧ માં રહેતા મુકેશગીરી હીરાગીરી ગૌસ્વામી ઉવ-૬૦ ગત તા.૧૮/૦૫ના રોજ પોતાનું બાઈક રજી.જીજે-૩૬-એન-૨૦૨૭ લઈને જતા હોય ત્યારે મોરબી રોડ ઉપર આવેલ તિરૂપતિ પેટ્રોલ પમ્પ પાસે પાછળથી આવતી પુરપાટ ગતિએ ચલાવીને આવતા કાર રજી.નં.જીજે-૩૬-એએલ-૦૩૪૦ના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં મુકેશગીરી બાઈક ઉપરથી નીચે પડી જતા તેઓને માથાના ભાગે તથા નીતંબના એક ગોળાના ભાગે ક્રેક તથા બીજા ગોળાના ભાગે નુકશાન કરી તથા શરીરે છોલાણ જેવી ઇજાઓ કરી ઉપરોક્ત કાર ચાલક પોતાની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હોય જે મુજબની ફરિયાદને આધારે પોલીસે કાર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button