
તા.૨૮ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે વાડીમાં ચાલતા જુગારના અખાડા પર પોલીસે છાપો મારી જુગાર રમતા 8 શખ્સોની ધરપકડ કરી એક લાખની રોકડ સહિત 2.54 લાખનો મુદ્દયામાલ કબ્જે કર્યો છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુર તાલુકા પોલીસનો સ્ટાફ પોટલિંગ હતો દરમિયાન જેતપુરનાં મોટાગુંદાળા ગામે વાડીમાં જુગારનો અખાડો ચાલતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોડીરાત્રે જેતપુર તાલુકા પોલીસે છાપો માર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન વાડીમાં આવેલ ઓરડીમાં જુગાર રમતા મોટા ગુંદાળાના (૧) અરવિંદભાઇ જમનભાઇ અભંગી (ઉ.વ.૩૨) રહે.મોટાગુંદાળા તા.જેતપુર (ર) ભરતભાઇ રવજીભાઇ રાઠોડ (ઉવ.૩૦) રહે.વીજાપુર તા.જી.જુનાગઢ (૩) જયપાલસિંહ દસુભા જાડેજા (ઉ.વ.૩૭) રહે.રાજકોટ (૪) આશીષભાઇ ભીખાભાઇ ત્રાડા (ઉ.વ.૩૪) રહે.બાલાપરગામ તા.જામકંડોરણા (૫) લખનભાઇ ગુરૂભાઇ પારવાણી (ઉ.વ.૩૪) રહે.ધોરાજી,જમનાવડ રોડ (૬) અવધેશભાઇ વલ્લભભાઇ પાનસુરીયા (ઉ.વ.૪૦) રહે.મોટીમેંગણીગામ (૭) અતુલભાઇ બાવનજીભાઇ અમીપરા (ઉ.વ.૪૮) રહે.જસાપરગામ (૮) દીલીપભાઈ સવાભાઈ લાંબરીયા (ઉ.વ.૩૬) રહે.રાજકોટ ની ધરપકડ કરી હતી. પોલીસે જુગારના અખાડામાંથી રૂા.1,07,200ની રોકડ રૂા. 27000ની કિંમતના 9 મોબાઈલ ફોન રૂા. 60 હજારની કિંમતના બે બાઈક અને રૂા. 60 હજારની કિંમતની ફોર વ્હીલ મળી કુલ રૂા. 2,54,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.








