હાલોલ:ગુજરાત ફ્લોરોકેમીકલ્સ લિમિટેડ રણજીતનગર દ્વારા SSC બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બોલપેન અને ગુલાબનું ફુલ આપીને શુભેચ્છા પાઠવી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૩.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર મુકામે ગુજરાત ફલોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા માધ્યમિક વિદ્યા મંદિર સ્કૂલ માં SSC બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બોલપેન અને ગુલાબનું ફુલ આપી અને નિર્ભય બનીને પરીક્ષા આપવા તેમજ જીવનમાં આગળ વધે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમિયાન GFL કંપની કર્મચારી ગણ અનિલ કિલ્લારિકર, અશોક વૈષ્ણવ, ઋતુરાજ વર્મા, ડૉ. સંજય ગાંધી, જીજ્ઞેશ મોરી, સુનિતા ગામી, તેમજ રાજગઢ પોલીસ સ્ટેશન ના પી. આઇ રાઠોડ તેમજ રણજીતનગર ગામના અગ્રણી સામાજિક કાર્યકર શૈલેષ પટેલ, ગામના ઉપ સરપંચ મિત્તલ પટેલ, માધ્યમિક વિદ્યા મંદિર સ્કૂલ ના શિક્ષકગણ દ્વારા SSC બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી હતી.આ કાર્યક્રમનું આયોજન કંપનીના સી એસ આર વિભાગ ના હેડ જીજ્ઞેશ મોરી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.