

દેશના વડાપ્રધાન અને વિશ્વના સ્વર્વધિક લોકપ્રિય જન પ્રતિનિધિ માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકારના યશસ્વી ૯ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે સમગ્ર ભારતના તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ જનસંપર્ક અભિયાન શરુ કરવામાં આવ્યું. જેના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભામાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે એ.પી.એમ.સીના પટાંગણમાં ૧૧ જૂન ૨૦૨૩ને બપોરે ૩ કલાકે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય દૂરસંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ તેમજ દાહોદ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયુ.
આ વિશાળ જનસભાને સંબોધન કરતા ઉપસ્થિત મહાનુભાવોએ તેમનાં વક્તવ્યમાં ૯ વર્ષની યશોગાથા વર્ણવતા નીચે મુજબ માહિતીઓ પ્રસ્તુત કરેલ
“કેન્દ્ર સરકારે ૯ વર્ષમાં પોતાના સંસદીય ક્ષેત્ર છોટાઉદેપરમાં થયેલ પ્રજાલક્ષી કામગીરીનો અહેવાલ પ્રસ્તુત કર્યો હતો અને જણાવ્યુ હતુ કે તેમના ક્ષેત્રને અનેકવિધ યોજનાઓ અને રેલ તેમજ પાકા માર્ગોથી જોડવા, આદિવાસીઓના જીવનધોરણ ઉચા લાવવામાં માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી એ કુશળ વહીવટ, સુચારુ યોજનાઓ અને ગુજરાતના તેમના લાંબા અનુભવના આધારે ડબલ એન્જિનનો લાભ પહોંચાડ્યો છે.
છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા
“આદિવાસી સમાજના ઉત્થાન માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજી એ અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી સર્વાંગી વિકાસ કર્યાની ગૌરવપૂર્ણ ગાથા વર્ણવી હતી.
દાહોદના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર
“દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે જેના કારણે ભારતીયો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. કોંગ્રેસની સરકારોમાં દેશની સરહદની રક્ષા કરતા સૈનિકો ભૂલથી દુશ્મન દેશની સરહદ ઓળંગી જાય તો આપણા તે સમયના તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહ ઉર્ફે મૌનીબાબા દુશ્મન દેશના વડાપ્રધાનને સૌનિકોને છોડવા આજીજી કરતા. પરંતુ આજે ૨૦૧૪ થી દેશની ધુરા જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ સંભાળી છે ત્યારે દુશ્મન દેશોને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપી એરસ્ટ્રાઇક કરી વિશ્વમાં ભારતની તાકાત પણ બતાવી છે અને અખંડ ભારતને વધુ મજબુત બનાવ્યું છે. દેશનો આર્થિકદર વધવાથી ભારત આજે વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બન્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેક લોકકલ્યાણની યોજનાઓ અમલમાં મૂકી છે.”
કેન્દ્રીય દૂરસંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
આ વિશાળ જનસભામાં હાલોલ ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર, સંખેડાના ધારાસભ્ય શ્રી અભેસિંહભાઈ તડવી, જેતપુર પાવી ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, ડભોઇ ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતા, પાદરા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, નાંદોદ ધારાસભ્ય સુશ્રી દર્શનાબેન દેશમુખ, પૂર્વમંત્રી શ્રી શબ્દશરણ તડવી, ટ્રાઇફેડના ચેરપર્સન શ્રી રામસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ સહીત જિલ્લાના તમામ હોદ્દેદારો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો અને બહોળી સંખ્યમાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત પત્રકારોની સુંદર વ્યવસ્થા છોટાઉદેપુર જીલ્લા ભાજપ મીડીયા ટીમે સંભાળી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી છોટાઉદેપુર









