MEHSANAVIJAPUR

મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સુજલામ સુફલામ જળ અભિયાન 2023 અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 17 ફેબ્રુઆરી શુક્રવારે સવારે 09-00 કલાકે કડાથી પ્રારંભ કરાવનાર છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામા આવી હતી.
જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાનથી નાગિરકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે સૌના સાથ,સૌના વિકાસથી કામ કરીએ તે જરૂરી છે.
આ અભિયાનમાં તળાવ – ચેકડેમો ઊંડા ઉતારવાની સાથે જનતાના સ્વાસ્થ્યને અસર કરતી ટાંકી/સંપ/પાણી-ગટરની લાઈન સાફ કરવા સહિતની કામગીરી હાથ ધરનાર છે, જે કામગીરી ચીવટપુર્વક થાય તે માટે જિલ્લા કલેકટરે અનુંરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષ ૨૦૧૮થી શરૂ થયેલું “સુજલામ સુફલામ જળ અભિયાન” હેઠળ દર વર્ષે ખુબ સારી રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૩માં આ અભિયાન ૧૭ ફેબ્રુઆરીથી ૩૧ મે સુધી ચાલનાર છે. આ વર્ષે પણ લોક ભાગીદારી, મનરેગા અને વિભાગીય કચેરીઓના સંકલન સાથે જળ સંચયનું કામ સુપેરે થાય અને નાગરીકોને તેનો લાભ મળે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે અધિકારીઓએ કામ કરવું જોઈએ તેમ જિલ્લા કલેકટર જણાવ્યું હતું,. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર જળ સંચયલક્ષી ન બનતાં જાહેરહિતના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ કારણભૂત બને તે રીતે કામગીરી કરવાનું સુચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં જિલ્લા કલેકટરએ સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩ને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. તેમજ આ અભિયાન મહત્ત્મ લોક ભાગીદારી સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,જિલ્લાના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button