GUJARATMORBI

MORBI:ડોલ્સ એન ડયુડસ ઇન્ટરનેશનલ પ્રિ સ્કુલના બાળકોને ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર ટ્રેનિંગ આપવામાં આવી..

ડોલ્સ એન ડયુડસ ઇન્ટરનેશનલ પ્રિ સ્કુલના બાળકોને ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર ટ્રેનિંગ આપવામાં આવી..

“કોમ્યુનીટી હેલ્પર્સ” વિષયના આયોજન અંતર્ગત ડોલ્સ એન ડયુડસ ઇન્ટરનેશનલ પ્રિ સ્કુલના બાળકો તેમજ શિક્ષકગણને ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ અંતર્ગત આવેલ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર ટ્રેનિંગ આપવામાં આવી.
આગ લાગવાના કારણો, આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો તે અંગે બાળકોને તેમની ભાષામાં અને શિક્ષકગણને આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે?, આગને બુઝાવવાના પ્રયાશો કરવા તેમજ આગ કે અન્ય ઈમર્જન્સીમાંથી બાળકોને અને અન્યને બચાવીને બહાર કેવી રીતે કાઢવા અને તે અંગે માર્ગદર્શન આપેલ.
મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.

[wptube id="1252022"]
Back to top button