સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની ૧૩૨ મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

14 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ એ ૧૪ એપ્રિલે ભારતીય નાગરિક અધિકાર કાર્યકર્તા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં મનાવવામાં આવતો વાર્ષિક તહેવાર છે. આંબેડકરે જીવનભર સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો, તેથી તેમના જન્મદિવસને ભારતમાં ‘સમાનતા દિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે. અને આ દિવસને “આંતરરાષ્ટ્રીય સમાનતા દિવસ” તરીકે જાહેર કરવાની માંગ સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવી છે.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે 14 એપ્રિલે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર કે જેઓ બાબાસાહેબ આંબેડકર તરીકે પણ ઓળખાય છે, તેમનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ થયો હતો. ભારતમાં તેમની મહેનત અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા દર વર્ષે 14મી એપ્રિલ આંબેડકર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.ભીમરાવ આંબેડકરનું સમગ્ર જીવન સંઘર્ષમય હતું. ભારતની આઝાદી બાદ તેમણે દેશના બંધારણના નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. ભીમરાવ આંબેડકર જીવનભર કમજોર લોકોના અધિકારો માટે લડ્યા હતા.ડો. ભીમરાવ આંબેડકર એક રાજકારણી, અર્થશાસ્ત્રી, મનોવૈજ્ઞાનિક અને સમાજ સુધારક હતા જેમણે જાતિ પ્રથા સામે અવાજ ઉઠાવ્યો હતો અને દલિત સમુદાયના અધિકારો માટે લડ્યા હતા. ડૉ. આંબેડકર શિક્ષણ દ્વારા સમાજના કમજોર, મજદૂર અને મહિલા વર્ગને સશક્ત બનાવવા માંગતા હતા.આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતિની ઉજવણી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર ખાતે બાબાસાહેબ ની પ્રતિમા ને ફૂલહાર કરી આઝાદ ભારતના બંધારણ ના ઘડવૈયા માટે નારાઓ લગાવ્યા હતાં. આ પ્રસંગે શાળાના આચાર્ય મણીભાઈ સુથાર, ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પંચાલ, શાળાના સુપરવાઈઝર દક્ષાબેન પટેલ,ખંડુભાઈ, પ્રતીક્ષાબેન, રેખાબેન, હરેશભાઈ, હીનાબેન, અલકાબેન, નિધીબેન્, સુધીરભાઈ ચૌહાણ, ભાવનાબેન વગેરે હાજર રહ્યા હતા.



