પાણીબાર ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના નિવાસ સ્થાને લોક દરબાર યોજાયો

સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવી દેવાતા સંતોષ વ્યક્ત કરાયો
_________________________
પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પાણીબાર ગામે તેમના નિવાસ સ્થાન ખાતે લોક દરબાર યોજ્યો હતો,સ્થાનિક લોકોના પશ્ર્નો આગેવાનોની રજૂઆત અને વિકાસ માટે વિચાર વિમર્શ કર્યો હતો,રજુઆત વેળાએ સ્થળ ઉપરજ લગત તંત્રને સુચના આપી યોગ્ય કરવા જણાવ્યું હતું.અને સમગ્ર દિવસ દરમિયાન લોકદરબારમાં હાજર રહી પોતાના કાર્યકરો તેમજ સ્થાનિક રહેવાસીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં પાવીજેતપુર વિધાનસભા મત વિસ્તારના નાગરિકો તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.પાણી, રસ્તા, આરોગ્ય, જમીનની ફાળવણી, સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણી, સુજલામ સુફલામ યોજના સહિતની અનેક બાબતોની રજૂઆતોનું સ્થળ ઉપરજ નિરાકરણ લાવી દેવાયું હતું,જેને લઇને રજૂઆત કરનારાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો,આમ સ્થળ પર જ લોકોને સાંભળીને તેમના પ્રશ્નોનું તત્કાલિન નિકાલ કરવાની ધારાસભ્યની પહેલને લોકોએ આવકારી હતી. આ તકે વિવિધ વિભાગના અધિકારીઓ,સરપંચો,આગેવાનો,ભાજપા સંગઠનના હોદ્દેદારો,કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અંતે પ્રશ્નોનું નિરાકરણ થયેલ લોકોએ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાનો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









