કોડીનાર ની રોણાજ નર્સરી તેમજ માલશ્રમ,અને દેવળી પ્રાથમિક શાળા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ઉજવાયો.

કોડીનાર તાલુકા કાનુની સેવા સમિતિ,સામાજિક વનીકરણ રેન્જ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર ના સયુંકત ઉપક્રમે રોણાજ નર્સરી તેમજ માલશ્રમ ,દેવળી કુમાર કન્યા પ્રાથમિક શાળા માં બાળકોને આજના દિવસનું મહત્વ અને જરૂરિયાત વિશે સમજવામાં આવ્યું. જેમાં હાલ ના સમયમાં પ્રાણીઓ તેમજ વનસ્પતિઓની અનેક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે.અને આજના દિવસનો હેતુ જળ, જંગલ અને જમીન આ ત્રણેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે ,તેમ બાળકોને સમજવામાં આવ્યું હતું તેમજ સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ માંથી આવેલા બાળકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . બાળકોને બાળ વાર્તા દ્વારા માહિતગાર કરવામાં આવ્યા. બાળકોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક વનીકરણ રેન્જ કોડીનાર ના ફોરેસ્ટ ઓફિસશ્રી એસ.એ.પંડ્યા તેમજ વન રક્ષક કે. એસ.જોટવા , ડી.બી જોટવા તેમજ તાલુકા કાનુની સેવા સમિતિના પી એલ વી શ્રી પ્રકાશ જે મકવાણા, મોહિત દેસાઇ ,તેમજ ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી આકાશભાઈ રાઠોડ આચાર્યશ્રીઓ તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.






