
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શિકારી ખુદ યહાં શિકાર હો ગયા : મેઘરજ લાલોડીયાના જંગલમાં નીલ ગાયનો શિકાર કરતા મોડાસાના ત્રણ ડફેરને દેશી બંદૂક સાથે ઝડપ્યા

અરવલ્લી જીલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના શિકાર કરતી અનેક ટોળકીઓ સક્રિય છે મેઘરજના જંગલ વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવામાં આવતો હોવાની વનતંત્રને જાણ થતા જંગલમાં વોચ ગોઠવવાની સાથે પેટ્રોલિંગ હાથધરતા લાલોડિયાના જંગલમાં નીલગાયનો શિકાર કરતા ત્રણ ડફેર પલ્સર બાઈક અને દેશી બંદૂક સ્થળ પર મૂકી ફરાર થઇ જતા મેઘરજના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે કે ડામોર અને વન વિભાગ તંત્રએ તપાસ આરંભી મોડાસાના ત્રણ ડફેરને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મેઘરજ વનવિભાગના વનપાલ એન.એ.પરમાર અને તેમની ટીમને જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના શિકાર કરી હેરાફેરી કરતી હોવાની બાતમી મળતા લાલોડીયાના જંગલમાં પેટ્રોલિંગ હાથધરતા નીલગાયનો શિકાર કરતા ત્રણે શિકારીઓ જંગલમાં પલ્સર બાઈક અને દેશી બંદૂક મૂકી ફરાર થઇ જતા મેઘરજ વનવિભાગ તંત્રએ તપાસનો ધમધમાટ શરુ કરી શિકાર ટોળકના 1)ફારુકમિયા કાસમભાઈ શેખ,2)સદ્દામ એહમદભાઈ વણજારા (બંને,રહે.મોડાસા) અને 3)કઉં ટાંડાના ડફેર સિદ્દીક મહમદભાઈ ઝડપી લીધા હતા ત્રણે આરોપીને 75 હજારનો દંડ ફટકારી 1 લાખ રૂપિયાના જામીન પર આપવામાં આવ્યા હતા વનવિભાગે ત્રણે શિકારીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈ અતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








