DAHODDAHOD CITY / TALUKO
પુંસરી પ્રાથમિક શાળામાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના વિષય પર જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.

પુંસરી પ્રાથમિક શાળા તા:જિ:દાહોદમાં થયેલ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ જેમ કે ચિત્ર સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા,બન્ને રાજ્યોની વિવિધતા, ભાષા,બોલી,ઉત્સવો,ખાન-પાન, કવિઓ, લેખકો, પહેરવેશ,સંસ્કૃતિ, ક્વીઝ કમ્પિટિશન,ચિત્ર સ્પર્ધા તથા બન્ને રાજ્યોના લોક નૃત્ય વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતાં. આમ ગુજરાત અને છત્તીસગઢ રાજ્યની સાથે સરખામણી કરતાં “એક ભારત શ્રેષ્ઠ ભારત” વિશેનો કાયૅક્રમ થયો હતો. જેમાં પુંસરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા 200 જેટલા બાળકો એ વિવિધ પ્રવૃતિઓ માં ભાગ લીધો હતો શાળાની સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષિકા બેન શ્રીમતિ રૂપલબેન પટેલ અને શ્રીમતિ સ્વાતિબેન પંચાલ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને તૈયારી કરાવવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]




