MORBIMORBI CITY / TALUKOWANKANER

વઘાસીયા પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી વઘાસીયા પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોરણ ૧ થી ૮ માં ભણતા વિદ્યાર્થીઓએ ભણતર ઉ૫રાંતનું કૌશલ્ય કે જેને પાકકલા કહેવાય તેમાં આજે હાથ અજમાવ્યો હતો.
બે દિવસ ૫હેલા વિદ્યાર્થીઓને જીવનમાં ભારતીય રસોઇ અને તેનુ મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ બે દિવસનો ટાઇમ આપવામાં આવ્યો હતો. અને ગત તા. ૨૭/૦૨/૨૦૨૩ ના રોજ તમામ વિદ્યાર્થીઓ જાતે વાનગી બનાવીને લઇને આવવાની હતી. આનંદની વાત એ હતી કેટલાક બાળકોએ બે કે ત્રણ મિત્રોએ સાથે મળીને વાનગી બનાવી હતી તો કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા કે જે એકલાએ બેથી વઘારે વાનગીઓ બનાવી હતી.
વાનગીઓની વાત કરીએ તો ચાર કેટેગરી જેવી કે, મીઠાઇ, ફરસાણ, નાસ્તો, જમણ અને બેકરી આઇટમમાં વિદ્યાર્થીઓએ વાનગીઓ બનાવી હતી. બ્રેડભજીયા, વઘારેલો રોટલો, કટલેસ, ટોપરાનો લચકો, ઇટાલીયન પીત્ઝા, ચણાચાટ, લાડવા, સુખડી, ખમણ-હલવો, સેન્ડવીચ, કેક વગેરે આકર્ષનું કેન્દ્ર બન્યા હતા. સૌથી વઘારે કોઇ વાનગીએ ઘ્યાન ખેંચ્યુ હોય તો એ છે બીટગુલાબ… બીટમાંથી ગુલાબનો આકાર બનાવી અને આ વાનગી પ્રિયંકાબા અને જહાનવીબા એ બનાવી હતી. તો પુરુષ વિભાગમાંથી અકમલ અને ફરહાને બ્રેડમાં મસાલો રાખીને ભજીયા બનાવ્યા હતા. દરેક વાનગી જોતા નિર્ણાયકો અને શિક્ષકો તેમજ જોનાર તમામ ગ્રામજનોના મોંમાં પાણી આવી જતું હતું.


નિર્ણાયકોમાં રાતીદેવળીના શિક્ષિકા બહેનો રઝીયા હેરંજા અને ડો. પાયલ ભટૃ એ ભૂમિકા ભજવી હતી. અને પાંચેય કેટેગરીમાં એક થી ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. શાળાના શિક્ષિકા બહેનો પુનમબેન જગોદણા અને આયશાબેન શેરસીયાએ આયોજનની જવાબદારી સંભાળેલ હતી. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વઘારવા અને વાનગીઓનો સ્વાદ લેવા માટે મોરબીથી પ્રભુલાલ પટેલ અને શારદાબેન ૫ટેલે ૫ણ હાજરી આપી હતી. આ વાનગી સ્પર્ઘામાં એક વાત મહત્વની હતી કે વિદ્યાર્થીઓના માતા-પિતાએ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ અને વઘાસીયાના શિક્ષકોને સાથ સહકાર આપ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button