BANASKANTHAGUJARATPALANPUR

રનફોર હેલ્થ મીની મેરેથોન દોડમાં કર્ણાવત હાઈસ્કૂલ ચેમ્પિયન

28 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

બનાસકાંઠા અને રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા રન ફોર હેલ્થનું 27 જાન્યુઆરીને શનિવારના રોજ આયોજન થયું હતું. જેમાં જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, સોનિયારો, બી એસ.એફ….જેવી વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા સવારે 7:00 વાગે શરૂ થઈ હતી. જી.ડી. મોદી કોલેજ થઈને ગુરુનાનક ચોક, ગઠામણ ગેટ, અમીર રોડ, સીમલા ગેટ, કીર્તિસ્તંભ,જેવા વિવિધ સ્થળોએ જઈ અને અંતે સ્પર્ધા જી. ડી .મોદી કોલેજમાં પૂરી થઈ હતી. જેમાં કર્ણાવત શાળાના વિદ્યાર્થીઓ ઠાકોર પરિમલ પ્રથમ , માળી મહેશ દ્વિતીય અને ભારવાણી ચિરાગે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીનીઓમાં મોદી નેન્સી દ્વિતીય અને કર્ણાવત નેહલએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત, ખજાનચીશ્રી યશવંતભાઈ કર્ણાવત, શૈક્ષણિક વિભાગના હોદ્દેદારશ્રી યોગેશભાઈ ગામી તથા શાળાના આચાર્યશ્રી ભરતભાઈ જગાણીયા દ્વારા તમામ સ્પર્ધકોને અને તેમના માર્ગદર્શકો એવા જબ્બરસિંહ રાણા અને અલ્પાબેન પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button