GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે ગોગા બાપાના મંદિર નું છત્રર તેમજ મૂર્તિઓ ની ચોરી

વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે ગોગા બાપાના મંદિર નું છત્રર તેમજ મૂર્તિઓ ની ચોરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે આવેલા ગોગાબાપા ના મંદિરમાં રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમો મંદિરનો નકુચો તોડી ચાંદીની મૂર્તિઓ તેમજ છત્તર ચોરીને લઈ જતા મંદિરના પુજારીએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ પિલવાઈ ગામના કમલેશ સિંહ ભૂપત સિંહ મકવાણા ગોગા બાપાના મંદિર થી પૂજાપાઠ કરી રાત્રીના નવ કલાકે પોતાના રૂમે ગયા હતા જ્યારે સોમવારે સવારે મંદિરે પૂજા માટે આવતા મંદિર ના દરવાજા નો નકુચો તાળું તૂટેલી હાલત જોતા ચોરી થઈ હોવાનું જાણતા તેઓ પોલીસ ને જાણ કરી હતી જેમાં મૂર્તિઓ તેમજ છત્રર સહિત કુલ એક લાખ 76 હજાર ની ચોરી થઈ હોવાની પોલીસ મથકે પૂજારી કમલેશ સિંહ મકવાણાએ અજાણ્યા ઇસમી સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી ચોરો ને ઝડપી લેવા માટે ની તપાસ હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button