KHEDAMAHUDHA

મહુધા તાલુકાના તોરણીયા ગામે ગટર ના કામ માં ભ્રષ્ટાચાર નો આક્ષેપ

મહુધા તાલુકાના તોરણીયા ગામે ગટર ના કામ માં ભ્રષ્ટાચાર નો આક્ષેપ

રહીમ ચૌહાણ
મહુધા
મહુધા તાલુકાના તોરણીયા ગામે ભાગોળ પાસે આવેલ ફળીયામાં સી.સી રસ્તો તોડી 15 મા નાણાં પંચ ની ગ્રાન્ટ માં થી એક લાખ પંચોતેર (175000) જેટલી માતબર રકમ વાપરી નાખવામાં આવે છે છતાં પણ અહીંયા રહેતા ગ્રામજનો ને સવવડ મળવા ને બદલે રસ્તા ની સમસ્યા ઉભી થઈ છે.
આ ટગર ઉપર માટી નાખેલ હોય વાહન તો ઠીક પણ ચાલતા જવા માટે માથાના દુખાવા સમાન બનેલ છે. તેમજ જે જગ્યાએ એથી ગટર નુ ખોદકામ કરવામાં આવ્યું હતું તે જગ્યા ને ખુલ્લી રાખવામાં આવી છે. તેને કારણે અહીયા રહેતા પરિવાર ના નાના બાળકો તથા પાલતું પ્રાણી પડે તેમ છે છતાં પણ પંચાયત ના જવાબદારો અકસ્માત નોતરે તેની રાહ જોઈ રહ્યા છે તેવુ લાગે છે.
આ બાબતે રહેશો એ તાલુકા વિકાસ અધિકારી ને લેખિત માં રજુઆત કરેલ છે તેના પંદર દિવસ ઊપરાંત થવા છતાં જવાબદાર અધિકારી તે જગ્યાએ ફરકયા પણ નથી. આમ સુખાકારી માટે બનાવવા માં આવેલ ગટર રહીશો માટે અગવડ પડી રહી છે.

[wptube id="1252022"]
Back to top button