
મધ્ય પ્રદેશના મુરૈનામાં એક ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક થવાથી પાંચ મજૂરો માર્યા ગયાના દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. ઘટનાની હજુ પ્રાથમિક માહિતી જ મળી છે. અહીંના મુરૈનામાં ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક થવાની ઘટના છે, જેમાં 5 મજૂરોના મોત થયા છે. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે ફટાફટ પહોંચી હતી અને હાલ ફેક્ટરીને ખાલી કરાવવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
મધ્યપ્રદેશના મુરૈનામાં એક ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ફેક્ટરી ચેરી બનાવવાની હોવાનું જાણવા મળ્યું હતું. અહીં મોતની ઘટના બાદ તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટ્મ માટે મોકલી દેવાયા હતા. ફેક્ટરીમાં કામ કરતા 5 મજૂરોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. પ્રશાસનના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પાંચ મૃતક મજૂરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હાલ ફેક્ટરીને ખાલી કરાવવામાં આવી છે. આ ઘટના જિલ્લાના જરેરુઆ વિસ્તારમાં આવેલી ફૂડ ફેક્ટરીમાં બની હતી.
થોડા અગાઉ ગુજરાતના સુરતમાં પણ આ રીતે ગેસ લીકેજમાં મોતની ઘટના બની હતી. આવા જોખમી કામ કરતા મજૂરોની સુરક્ષાનો પ્રશ્ન ઘણો વિકટ છે.






