

11 ફેબ્રુઆરી,વાત્સલ્યમ્ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની કમલ વિદ્યામંદિર ભૂતેડી હાઈસ્કૂલ ખાતે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડી ટેશન અનુસંધાને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ના માર્ગદર્શન હેઠળ શાળાકીય ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત કચેરી ના શ્રી વી.ડી.પરમાર શિક્ષણ સેવા વર્ગ-2 એ હાજરી આપી ને સુંદર માર્ગદર્શન પૂરું પાડેલ હતું. પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી ને બાળકો ને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી ને માર્ગદર્શન આપ્યું.શાળા પરિવાર અને આચાર્ય શ્રી માવજીભાઈ પટેલ અને સ્ટાફ મિત્રોએ શ્રીમદ ભગવદ ગીતા નું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમણે શાળાકીય ગુણોત્સવ અંતર્ગત તમામ બાબતો ને ધ્યાનમાં રાખીને સ્ટાફ મિત્રો સાથે પરામર્શ કરીને સુંદર માર્ગદર્શન પૂરું પાડેલ હતું.
[wptube id="1252022"]







