BHARUCH

જંબુસર તાલુકા ના મદાફર ગામે બિપોરજોય વાવાઝોડા ના પગલે ક્ષતિગ્રસ્ત થયેલ વીજ લાઈન રીપેર કરવા ગયેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના જંબુસર ગ્રામ્ય ના બે હલ્પરો ને વીજ કરંટ લાગ્યો

જંબુસર
જંબુસર તાલુકા ના મદાફર ગામે બિપોરજોય વાવાઝોડા ના પગલે ક્ષતિગ્રસ્ત થયેલ વીજ લાઈન રીપેર કરવા ગયેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના જંબુસર ગ્રામ્ય ના બે હલ્પરો ને વીજ કરંટ લાગવાથી દાઝી જતા સારવાર અર્થે જંબુસર ખાનગી હોસ્પિટલ મા લાવ્યા હોવાના અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકા ના મદાફર ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપની જંબુસર ગ્રામ્ય ના હેલ્પરો કૌશિક ભાઈ લાલાભાઇ વસાવા તથા પરેશ ભાઈ પી પટેલ બિપોરજોય વાવાઝોડા મા ક્ષતિગ્રસ્ત થયેલ વીજ લાઈન રીપેર કરવા માટે ગયા હતા.ત્યા મરામત કરવા વીજ પોલ ઉપર ચઢયા હતા ત્યારે કરંટ લાગતા તેઓ દાઝી ગયા હતા.અને પટકાયા હતા.બન્ને હેલ્પરો ને સારવાર અર્થે જંબુસર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા હતા જયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડયા હતા.બનાવ ની જાણ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના જંબુસર ગ્રામ્ય ના ડેપ્યુટી ઈજનેર ડુમસીયા સહિત ના અધિકારીઓ ને થતા તેઓ દોડી ગયા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button