JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ સંગ્રહાલયમાં મહાશિવરાત્રિ તથા મહિલા દિન નિમિત્તે વિવિધ સ્પર્ધાનુ આયોજન કરાયું

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : આગામી મહાશિવરાત્રિ તથા મહિલા દિન નિમિત્તે પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, જૂનાગઢ મ્યુઝિયમ જૂનાગઢ દ્વારા ‘ અર્ધનારીશ્વર ‘ નામથી વિવિધ સ્પર્ધાનુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે .
આ અંતર્ગત તા. ૩જી માર્ચના સવારે ૧૦ થી ૧ દરમ્યાન સંગ્હાલય પરિસર, તાજ મંજીલ, ઓપેરા હાઉસમાં ભગવાન શિવજીને સંબંધિત વિવિધ પ્રતીક સુશોભન સ્થળ પર બનાવી નેસંગ્રહાલય દ્વારા આપનાર ડિસ્પ્લે બોર્ડ પર પ્રદર્શિત કરવાના રહેશે.
આ ઉપરાંત શિવ અને પાર્વતી ને સંબંધિત ચિત્ર સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બન્ને સ્પર્ધાઓ ૮ થી ૧૮ તથા ૧૮ થી ઉપર ના એમ બે વર્ગની વની વ્યક્તિઓ માટે બે ભાગમાં યોજાશે.
આ ઉપરાંત સંગ્રહાલય દ્વારા એક વિશેષ તસવીર સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા જૂનાગઢ ના મહાશિવરાત્રિ ના મેળા, તે ની શોભા યાત્રા, મૃગીકુંડ નું સ્નાન વગેરે સંબંધિત રહેશે.
તસવીરો ૧૦ મી માર્ચ સુધી પહોંચાડવાની રહેશે.
ઉપર્યુક્ત ત્રણે સ્પર્ધા માટે ની વિગતો તથા નિયમો અને રજીસ્ટ્રેશન માટે ૮૩૨૦૦ ૮૨૭૪૨ નો સંપર્ક કરવા સંગ્રહાલય નાં ક્યૂરેટર ડો. ‌શેફાલિકા અવસ્થી ની યાદીમા જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button