
ગ્રામજનોને આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન સહિતના વિભાગોની પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વંથલીના ધંધુસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આગેવાનોનું કુમકુમ તિલક સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ, પોષણ માટેની યોજનાઓ સહિતના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોગ્ય પશુપાલન ખેતીવાડી સહિતની પ્રજાલક્ષી યોજનાઓની લોકોને જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત પ્રાથમિક આરોગ્ય સેવાઓનું પણ ગ્રામજનોએ લાભ લીધો હતો.
ધંધુસર ગામમાં નલ સે જલ યોજના હેઠળ રૂ.૧ કરોડના ખર્ચે પીવાના પાણી માટે જરૂરી માળખાકીય સુવિધા ઉપલબ્ધ થઈ છે. આમ, લોક ભાગીદારીથી થયેલ આ કામ માટે માટે ધંધુસર ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર પણ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એચ. આર. વાઘેલાએ જણાવ્યું કે, ભારતના બંધારણમાં નિર્દિષ્ટ અધિકારો ભોગવીએ સાથો સાથ આપેલ ફરજો ને પણ નિભાવીએ. વ્યક્તિગિત હિતને નહીં પણ સામુદાયિક હિતને કેન્દ્રમાં રાખી દેશને વિકસિત બનાવવા માટે પોતાનું યોગદાન આપીએ. ઉપરાંત દીકરા દીકરીઓના અભ્યાસ માટે વિશેષ ધ્યાન આપીએ. અને દરેક લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે જરૂરી પદ્ધતિઓ પણ કેળવીએ. તેમ તેમણે જણાવ્યું હતું.
આ તકે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, કિશોરી પોષણ યોજના, વાસ્મો સહિતના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. ઉપરાંત ગ્રામજનોએ વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી. અને વિકસિત માટે પ્રતિજ્ઞા લીધી હતી.
કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનું લાભ મેળવવાની પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને જુદી જુદી પ્રજાલક્ષી યોજનાઓ હેઠળ સમાવી લેવા અને લોકોને આ પ્રજાકીય યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરી રહી છે.
આ તકે અગ્રણી સીનુભાઈ દિવરાણીયા, ઉપસરપંચ વિરમભાઈ દેવરાણિયા, આંકડા મદદનીશ ડોડીયા સહિત ખેતીવાડી, આરોગ્ય, પશુપાલન સહિતના વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





