
ચોર કિલ્લામાંથી એન્ટિક વસ્તુની ચોરી કરનાર તસ્કરોને પોલીસે દબોચી લીધા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ઉપરકોટનો કિલ્લો રીનોવેશન બાદ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાય તે પહેલા જ ઉપરકોટના કિલ્લામાં કામ કરતા બે ઈસમોએ ખોદકામ દરમિયાન મળી આવેલી એન્ટિક ચીજ વસ્તુઓની ચોરી કરી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં હતા. જે અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે બે તસ્કરોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરકોટનો કિલ્લામાં કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી. જે ઘટનાના સીસીટીવીમાં ફૂટેજ પણ સામે આવ્યાં હતા. જેને લઈ ઉપરકોટ કિલ્લામાં રીનોવેશનનું કામ કરનાર ડેરીકોન કન્સલટન્ટ કંપનીના પ્રોજેક્ટ મેનેઝર આકાશકુમાર પ્રહલાદપ્રસાદ શાહે રહે મૂળ બિહાર હાલ રહે ગીરનાર ફ્લેટ જગમાલ ચોક જૂનાગઢ વાળા એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉપરકોટમાંથી એન્ટિક વસ્તુઓ કાસ્ટ આયરન કેનોન સ્ટેન્ડ વ્હીલ નંગ-3 જેની આશરે કી.રૂ. ૧, લાખ કાસ્ટ આયરન એન્ટીક નંગ-5 જેની આશરે કિ.રૂ.૫૦ હજાર એમ.એસ.વ્હીલ પુલી જેની આશરે કી.રૂ.૧૦૦૦ જે કુલ મળી કિ.રૂ.૧.૫૧ લાખની મતા ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી.
આ સંદર્ભે નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચેક કરતા તેમાં દેખાતા ઈસમો આ જ એજેન્સીમાં કામ કરતા ઇન્જામીન તથા કીરીટ હોવાનું જોવા મળ્યું હતું. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે બંને ગઠિયાને ગણતરીની કલાકોમાં ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.





