જૂનાગઢ અખિલ સૌરષ્ટ્ર રઘુવીર સેના દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

જૂનાગઢ અખિલ સૌરષ્ટ્ર રઘુવીર સેના દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : અખિલ સૌરષ્ટ્ર રઘુવીર સેના દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વીરદાદા જશરાજ શોર્ય દીવસ નિમિત્તે “જયેશ ખખ્ખર કપ 2023” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિશા, રાજકોટ જૂનાગઢ અને દૂરદૂરથી કુલ 12 ટીમો આવી પરફોર્મન્સ બતાવી અને ક્રિકેટ રમીને પ્રેક્ષકોને રોમાંચિત કર્યા હતા. ખાસ આ ટુર્નામેન્ટમાં રાજકોટ રઘુવીર ટીમ વિજેતા થયેલ હતી અને કેપ્ટન ભવ્યભાઈ પાવ સાથે આખી ટીમને કપ અને મેડલ તેમજ સન્માનપત્ર એનાયત કરી નવાજવામાં આવ્યા હતા. રનર અપ ટીમ જલિયાણ ડીસાનાં મેન ઓફ ધી મેચ થયેલ ટુર્નામેન્ટની શરૂઆતથી જ છેલ્લે સુધી પોતામાં રહેલી કળાથી ખુબજ સરસ પ્રફોમન્સ આપી આયોજકો અને પ્રેક્ષકોનું દિલ જીતી લીધું હતું.
ખાસ પવન કોટેચા અને જયેશ ખખ્ખરની સ્મૃતિમાં યોજવામાં આવેલ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનાં આયોજનમાં ડોલરભાઈ કોટેચા, કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા, અલ્પાબેન ઉનડકટ, રાજુભાઈ મેમદાવાદી, જયકિશનભાઈ દેવાણી, બંસીભાઈ કારીયા બ્રીજેશભાઈ પટેલીયા, નીતિનભાઈ તન્ના અને લોહાણા મહાજનનાં સભ્યો તેમજ જલારામ ભક્તિધામનાં પ્રો. પી.બી. ઉનડકટ અને લોહાણા સમાજનાં અગ્રણીઓની વિષેશ ઉપસ્થિતી રહી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવા માટે ગિરીશભાઈ કોટેચાની પ્રેરણાથી, ધવલભાઈ પટેલીયા પાર્થભાઈ કોટેચા, ગિરીશભાઈઆડતિયા, યતીનભાઈ કારીયા, ગૌરવભાઈ રૂપારેલિયા, રવી સુબા કેટનભાઈ ચોલેરા અને અમરીશભાઈ ખીરૈયા દ્વારા જહેમત ઉઠાવી હતી.
સ્વ. જયેશ ખખ્ખરનાં ખાસ મિત્ર એવા ધવલ પટેલીયા અને કેતનભાઈ ચોલેરાએ દ્વારા શ્રદ્ધાંજલિના ભાગરૂપે લેવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટનો સંકલ્પને ડોલરભાઈ કોટેચાએ આવકાર્યો હતો, અને લોહાણા સમાજમાં એકતા અને પરસ્પર ભાઈચારાની ભાવના વધારવાના આ પ્રયત્નને પણ બિરદાવ્યો હતો.





