જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રોજગારી ઉભી કરનાર બને તે માટે તાલીમનું આયોજન

૧૦૦ વિદ્યાર્થીઓએ સરળ વિકાસ માટેની તાલીમનો લાભ લીધો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કૃષિ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે વ્યવસાય ઉભો કરે એટલે કે, આ ક્ષેત્રમાં રોજગારીની તક ઉભી કરનાર જવાબદાર બને તે માટે કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં સરળ વિકાસ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
ખેતી ક્ષેત્રમાં સરળ વિકાસ ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને એક દિવસનો સરળ જ્ઞાન અને કૌશલ્ય વર્ધન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળની ખાપટ, મોટા ભંડારીયા, જૂનાગઢ સહિતની કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય ખેતી ઉચ્ચ શિક્ષણ માટેની યોજના હેઠળ સાહસિકતા માટે સરળ જ્ઞાન અને કૌશલ્ય ના વિકાસ સાધવાની તાલીમમાં શક્તિમાન, એગ્રો વિકાસ, કોકો એનીટાઈમ, કૃષિસારંગ એગ્રી કલીનીક અને ક્રિષ્ના ફાર્મ એન્ડ નર્સરીનાં ઉદ્યોગ સાહસિકોનાં પ્રતિનિધિઓએ પોતાના વ્યવસાય એંગે માર્ગદર્શન આપ્યું હતું. તદઉપરાંત વિદ્યાર્થીઓમાં ક્રિએટીવીટી ડેવલોપ કરવા માટે મનોવૈજ્ઞાનિક રમતો યોજવામાં આવી હતી.
કુલપતિ ડો. વી.પી.ચોવટિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વર્કશોપમાં સંશોધન નિયામક અને આ.ખે.ઉ.શિ.યોજનાના વડા ડો.એચ.એમ.ગાજીપરા,એગ્રીકલ્ચર ફેકલ્ટીના ડીન ડો.એસ.જી.સાવલિયા, વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડો.આર.એમ. સોલંકી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતા,આ વર્કશોપનું સઘળું આયોજન કૃષિ અર્થશાસ્ત્ર વિભાગના વડા ડો.વી.ડી. તારપરા અને સંયોજક ડો.બી. સ્વામીનાથન દ્વારા કરવામાં આવ્યું હતું.





