JETPURRAJKOT

Rajkot: અમે મહિયારા રે,ગોકુળ ગામના, છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો મદનગોપાલ જેવા ગરબાની તાલે ઝૂમી ઉઠ્યા દિવ્યાંગ બાળકો

તા.૨૬/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

“સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો ઉમંગ ઉત્સવ- ૨૦૨૩” માં રેકોર્ડિંગ વિના જ પરંપરાગત રીતે સાજીંદાઓ અને ગરબે ઘુમનાર બાળકોએ ગરબા રમતા રમતા ગીતો પણ જાતે જ ગાયા

ઉમંગ ઉત્સવની વિવિધ સ્પર્ધાઓમાં કૂલ ૧૨૫ જેટલા બાળકોએ ભાગ લીધો

Rajkot: રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા “સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના ઉમંગ ઉત્સવ- ૨૦૨૩” નું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોશીપુરા, ભારતીબેન રાઠોડ તથા ઉપસ્થિતોના હસ્તે દિપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.

આ તકે સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે,દિવ્યાંગ બાળકોમાં છુપાયેલી કલાને બહાર લાવીને પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પુરૂ પાડવાનું કામ રાજ્ય સરકાર સુપેરે નિભાવી રહી છે. આવા કાર્યક્રમોના આયોજન થકી દિવ્યાંગ બાળકો માટે કલાત્‍મક વાતાવરણ ઉભુ કરીને પ્રતિભાશાળી દિવ્યાંગ કલાકારોને આગળ આવવાની તકોનું નિર્માણ કરવામાં ગુજરાત સરકાર અગ્રેસર છે.

આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષ દિહોરાએ કહ્યું હતું કે, આપણા કલાકારોના ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનું જતન કરવાના ઉદ્દેશ્યને પરિપુર્ણ કરવા, છેવાડાનાં ગામડામાંથી માંડીને શહેરો સુધી કલાત્‍મક વાતાવરણનું નિર્માણ કરીને પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકોનું નિર્માણ કરવા અને કલાકારોની કળાને જાળવી રાખીને પુરસ્‍કૃત કરવાના અભિગમ સાથે પ્રતિવર્ષ “ઉમંગ ઉત્સવ” અને “કલ કે કલાકાર” કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. આવા કાર્યક્રમ થકી કલાકારોને પોતાની કલાને ઉજાગર કરવાનુ પ્લેટકોર્મ મળી રહે છે.

હીરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પર્ફોર્મન્સ આર્ટ્સના પ્રિન્સિપાલ તથા ડીન ઓફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટીના ડીન શ્રી ભારતીબેન રાઠોડે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

આ તકે શ્રી એશ્વર્યા વારિયર, ડો. સ્વાતિ મહેતા શ્રી અવની પવાર શ્રી કૃપલ સોમપુરા,શ્રી કિરીટભાઈ રાજપરા, શ્રી રેણુ યાજ્ઞિક, શ્રી મૃણાલીની ભટ્ટ, શ્રી જુલી કાલાવડીયા, શ્રી મિહિર સેવક, શ્રી હીનાબેન છાયા, શ્રી પલ્લવી વ્યાસ, શ્રી આયુષ કોટેચા, શ્રી યોગેશ મહેતા, શ્રી ભાવનાબેન જોશી, શ્રી નયન ભટ્ટ, શ્રી તૃપ્તિબેન સહિતના તજજ્ઞો અને નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button