ધાંગધ્રાના સોલડી ગામના એક જ પરિવારના ત્રણ વ્યક્તિએ બ્લડ ડોનેટ કરી માનવતા મહેકી

તા.05/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકના એક પરિવારએ સમગ્ર પંથકમાં માનવતા મહેકી આવી છે તેવા સંજોગોમાં એક જ પરિવારના પતિ પત્ની અને ભાઈએ ઈમરજન્સી માં બ્લડ ડોનેટ કરી બાળકની જિંદગી બચાવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની હોસ્પિટલમાં બાળકને સારવાર અર્થે લાવવામાં આવો હતો ત્યારે બાળકનું 3% બ્લડ હતું અને લોહીની ખૂબ જ જરૂર હતી તે દરમિયાન ધાંગધ્રા તાલુકાના સોલડી ગામના ગોઠી ગૌરાંગને જાણ થતા તત્કાલિક ધાંગધ્રા શ્રદ્ધા બ્લડ બેન્ક ખાતે આવીને ગૌરાંગ ગોઠી, તેમના પત્ની જાનવી ગોઠી, અને ભાઈ યશ ગોઠી સહિત પરિવારના ત્રણ સભ્યોએ આવીને લોહી પૂરું પાડ્યું હતું ત્યારે આમ પણ ધાંગધ્રામાં ધ્રાંગધ્રા બ્લડ ડોનેશન ગ્રુપ અનેક લોકોની જિંદગી અગાઉ પણ બચાવી ચૂક્યું છે ત્યારે ધાંગધ્રા હોસ્પિટલમાં બાળક માટે લોહી પૂરું પાડી અને ગૌરાંગ ગોઠી, તેમના પત્ની જાનવી ગોઠી, અને ભાઈ યશ ગોઠી ભાઈએ ગોઠી પરિવારનું નામ રોશન કર્યું છે અને બાળકની જિંદગી પણ બચાવી લીધી છે ત્યારે બાળકના પરિવારજનો એ પણ ગોઠી પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે.





