છોટાઉદેપુર નગરમાં એકજ રાતમાં ૬.જગ્યા એ તસ્કરો ત્રાટક્યા આઠ જેટલાં બુકાની ધારી તસ્કરો ની ટોળકી સીસી ટીવી માં કેદ

છોટાઉદેપુર નગરમાં આવેલ શ્રીજી સોસાયટી વિસ્તારમાં ગોકુલ નમકીન નું ગોડાઉન મા ગત રાત્રીના બે વાગ્યાના ના સુમારે આઠ અજાણી વ્યક્તિ ઓ મોઢા ઉપર બુકાની બાંધી ગોકુલ નમકીન ના ગોડાઉન માં શટર નું તાળું તોડી નાખી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂપિયા ૧.૦૦૦૦/- રોકડ રકમ તથા રૂપિયા ૩.૦૦૦ ટાટા મેજિક ગાડી ના સ્પેર પાર્ટ ની ઉઠાંતરી કરી હતી. તેમજ સામે આવેલાં કારખાના ની ઓફીસ નું તાળું તોડી રૂપિયા ૧૪.૦૦૦/- તથા ૩.૦૦૦ ના સ્પૈર પાર્ટ ઉઠાવી ગયા હતા. સમગ્ર ઘટના બનતા નગરમાં ખડ ભડાટ મચી ગયો હતો.જ્યારે નજીક આવેલ છોટા ઉદેપુર ટ્રાન્સપોર્ટ ની ઓફીસ તથા ડોન બોસ્કો સ્કૂલ ની ઓફીસ માં દરવાજાનું તાળું તોડવાની કોશિશ કરી હતી. પરતું ત્યાં પણ કશુ હાથ લાગ્યું ન હતું. જ્યારે છોટા ઉદેપુર ની જય અંબે મિનરલ તથા વલ્લભ ચિપ્સ નું તાળું તોડ્યું હતું પરંતું ત્યાં પણ કશુ હાથ લાગ્યું ન હતું. સમગ્ર ઘટના એ છોટાઉદેપુર નગર માં બનેલ ઘટના ને અંજામ આપનાર આઠ જેટલાં તસ્કરો ની ટોળકી સીસી ટીવી કેમેરા ની નજરો માં કેદ
છોટાઉદેપુર નગર પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ સધન કરવામાં આવે તેવી પ્રજાની માંગ
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી