
– કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીનો ચુસ્ત પાલન કરી ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી ની સુચનાથી કેશોદ પોલીસ સ્ટેશન નાં હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, અમરાભાઈ હામાભાઈ જુજીયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા અને ડી આર મોરી ખાનગી વાહનો દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે બામણાસા રોડ ઉપર ગેટ પાસે બે ઈસમો પ્લાસ્ટિક નું બાચકુ લઈને ઉભાં હોય પોલીસ ને જોઈ શંકાસ્પદ હિલચાલ કરતાં તપાસ હાથ ધરવામાં આવતાં પ્લાસ્ટિક નાં બાચકા માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પુઠાના ખોખાં માં હોય પંચો રૂબરૂમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેશોદ પોલીસ દ્વારા પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરતા બન્ને ઈસમો અમીત અરજણભાઇ ભેડા અને રમેશભાઇ મોહનભાઇ મોકરીયા પ્લાસ્ટીકના બાચકામા કાગળના પુઠાના બોક્ષમા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની મેકડોનાલ્ડ વ્હીસ્કીની કુલ બોટલો નંગ-૧૦ જેની કિંમત રૂપિયા ૪,૦૦૦/- નો મુદ્દામાલ સાથે બન્ને ઈસમો ની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરાફેરી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ચાલતી હોય ત્યારે બે ઈસમો ઝડપાઈ જતાં બુટલેગરો માં ફફડાટ વ્યાપી ગયો છે.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા કેશોદ





