
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જીલ્લાના મેઘરજ ના પંચવટી સોસાયટી ખાતે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
આ પ્રસંગે જલ યાત્રા તથા મૂર્તિઓની નગરયાત્રા,મહાયજ્ઞ,ભજન સધ્યા સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે.પંચવટી ખાતે બાબા રામદેવ અને શિવ પરિવાર,ગણપતિ અને હનુમાનજી ની ભવ્ય મંદિર બનાવામાં આવ્યું છે.જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 21 થી 24 એપ્રિલ ચાર દિવસ યોજાશે.જેમાં પ્રથમ દિવસે શુદ્રિકરણ,પ્રાયશ્ર્વિત કર્મ હેમાદ્રિ,દશ વિધિ સ્નાન સહિતના કાર્યક્રમો યોજાશે.બીજા દિવસે ગણપતી પૂજન,સ્વસ્તિ પુણ્યાહવાચન સંતોનું સામૈયું,મંડપ પ્રવેશ,કુટિર હોમ,જલયાત્રા તથા મૂર્તિઓની નગરયાત્રા,ભજન સધ્યા સહિતના કાર્યક્રમો યોજાશે.જેમાં ગોસ્વામી મહંત શ્રી ધનગીરીબાપુ,મહંત શ્રી લહેરપુરી મહારાજ સહીત સતોનુ પંચવટી શ્રી રામદેવજી મંદીર થી ધેલી માતાના મંદીર ખાતે વાજતે ગાજતે સંતોનું સામૈયું કરી નગર ભ્રમણ કરવામાં આવશે.ત્રીજા દિવસે પુરુષસૂક્તા,પ્રાસાદ વાસ્તુ,સ્તવન વિધિ,દિક્ષુ હોમ,ભજન સધ્યા સહિતના કાર્યક્રમો યોજાશે.ચોથા દિવસે સ્થાપિત દેવતાઓનું પૂજન અને પ્રાણપ્રતિષ્ઠા,મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પણ કરવામાં આવશે.સાથે ધ્વજા રોહણ,કળશ પ્રતિષ્ઠા તથા મહા આરતી,મહા પ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાશે.જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજરી આપશે.મહોત્સવમાં સ્વયંસેવકો ખડે પગે ચાર દિવસ પોતાની સેવા આપશે.