રીક્ષામાં ભૂલાયેલ રૂ.૨.૫૦ લાખની કીંમતનુ પર્સ બે કલાકમાં શોધી આપતી જુનાગઢ પોલીસ

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી ફ્ક્ત ૨ કલાકમાં શોધી આપેલ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : શહેરમાં આલ્ફા સ્કૂલ સામે રહેતા તુપ્તીબેન દીક્ષીતભાઇ ભટ્ટ પોતાના કામ સબબ ભવનાથ થી જયશ્રી રોડ તરફ જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલ અને જયશ્રી રોડ પર ઉતરતા તેમની સાથે રહેલ પર્સ ઓટો રીક્ષામાં ભુલી ગયેલ
અને એ પર્સમાં ૪૦ ગ્રામ સોનાનો ચેન તથા રોકડ રકમ સહિત રૂ.૨,૫૦,૦૦૦/- નું પર્સ હતું, જેથી તેઓએ ઓટો રીક્ષા શોધવા પ્રયત્ન કરેલ, પરંતુ ઓટો રીક્ષા મળી નહી, જેથી આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરેલ, ત્યારે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા તથા જીલ્લા પોલીસવડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ હોય.
જે અનુસંધાને હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હાર્દીકસીંહ સીસોદીયા, દેવેનભાઇ સીંધવ, વીમલભાઇ ભાયાણી, હરસુખભાઇ સિસોદીયા, કુસુમબેન મેવાડા, એન્જીનીયર રેયાઝભાઇ અંસારી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી તૃપ્તીબેન ભટ્ટ જે સ્થળેથી ઓટો રીક્ષામાંથી ઉતરેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરી ઓટો રીક્ષાના નંબર GJ 01 DX 0098 શોધેલ. CCTV કેમેરા દ્રારા ઓટો રીક્ષાને ટ્રેક કરતા જાણવા મળેલ કે ઓટો રીક્ષા ભવનાથ પો.સ્ટે. વિસ્તારના લંબે હનુમાન મંદિર પાસે હાલ હોય, જેથી પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા ભવનાથ પો.સ્ટે.ના પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમાને વીગતવાર માહીતી જણાવેલ, ભવનાથ પી.એસ.આઇ. એમ.સી.ચુડાસમાં દ્રારા ભવનાથ એ.એસ.આઇ. રામદેભાઇ બામરોટીયા, હે.કો. રાજુભાઇ ઉપાધ્યાય, પો.કોન્સ. રાજુભાઇ ગળચર, રોહીતભાઇ હડીયાની ટીમ બનાવી નંબર આધારે ઓટો રીક્ષાની તપાસ કરતા GJ 01 DX 0098 ની ઓટો રીક્ષા લંબે હનુમાન મંદિર સામેથી મળી આવેલ, તે આધારે ઓટો રીક્ષા ચાલક અરજણભાઇ રાજાભાઇ ખાંભલાને ભવનાથ પો.સ્ટે. ખાતે લાવી પોલીસ સ્ટાફ દ્રારા આકરી ભાષામાં પૂછપરછ કરતા અરજણભાઇ દ્રારા પોતાની ઓટો રીક્ષામાં કોઇ પેસેન્જર પર્સ ભુલી ગયાનુ જણાવેલ, પરંતુ આ પર્સ કોનુ છે? તે તેમને ખ્યાલ ન હતો, એટલે તેમની પાસે એ પર્સ પડી રહ્યું હતું, પણ પોલીસના કહેવાથી એ પર્સ મુળ માલિકને પરત કર્યુ હતું.
ત્યારે જૂનાગઢ નેત્રમ શાખા તથા ભવનાથ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા તૃપ્તીબેન ભટ્ટનું ૪૦ ગ્રામ સોનાના ચેન સાથેનું કીંમતનુ પર્સ ફ્ક્ત ૨ કલાકમાં સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહી બદલ તૃપ્તીબેને નેત્રમ શાખા તથા ભવનાથ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.





