JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ નેચર ફર્સ્ટ તથા ભારત વિકાસ પરિષદ માણાવદર દ્વારા પરિક્રમા રૂટ પરથી ત્રણ જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કર્યો

ગિરનારની લીલી પરિક્રમા બાદ બોરદેવીથી નળ પાણીની ઘોડીના રૂટ મહા સફાઈ અભિયાન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા ૧૦૫ સપ્તાહથી દર રવિવારે પ્રકૃતિ પ્રથમના માધ્યમથી ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે. તેમજ વૃક્ષો વાવવા અને તે વૃક્ષોને ઉછેરવા સહિત પરિક્રમા તથા શિવરાત્રી મેળા દરમ્યાન યાત્રાળુઓને પ્લાસ્ટિક ન વાપરવા સમજાવી અને કાપડની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવે છે.
તેમજ તાજેતરમાં જ ગીરનાર જંગલમાં લીલી પરિક્રમા થઈ હતી, જેમાં ૧૩.૫ લાખ જેટલાં લોકોએ આ પરિક્રમા પૂર્ણ કરેલ હોય, અને પરિક્રમા દરમ્યાન તંત્ર દ્વારા પ્લાસ્ટિક જંગલમાં ન લઈ જવુ તથા પ્લાસ્ટિક જંગલમાં ન ફેંકવું સહિતના આદેશો કરવામાં આવ્યા હોવા છતાં લોકો દ્વારા જંગલ વિસ્તારમાં હજારો કીલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો અને એ પ્લાસ્ટિક જંગલમાં જ્યાં ત્યાં ફેંકવામાં આવ્યું હતું. ત્યારે આ લોકો દ્વારા જંગલમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિકનો નાશ કરવા માટે આજે નેચર ફર્સ્ટ – જુનાગઢની ટીમ દ્વારા ૧૦૫મું સપ્તાહ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું હતું.
જેમાં નેચર ફર્સ્ટ ની સાથે ભારત વિકાસ પરિષદ – માણાવદરના ૧૭ સભ્યો તથા હ્યુમાનિટી ફર્સ્ટ ગ્રુપ – જુનાગઢના ૮ સભ્યો સહિત મહિલાઓ તથા બાળકો સાથે ઘણા પ્રકૃતિપ્રેમી લોકો તથા ફોરેસ્ટ સ્ટાફ સાથે જોડાઈ અને બોરદેવીથી નળ પાણીની ઘોડીના રૂટ પર જંગલ વિસ્તારમાં મહા પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજીને આશરે ત્રણ ટન જેટલાં પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button