
કોઈપણ વાતના વિરોધ માટે પરંપરાઓનો બહિષ્કારના હોય…. પીઠાધિશ્વર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તા.૯, તાજેતરમાં એવી જાહેરાત સાંભળવા મળી હતી કે પઠાણ ફિલ્મમાં દર્શાવાયેલ અમુક દ્રશ્યોને લઈને જો આ દ્રશ્યો ફિલ્મમાંથી હટાવવામાં નહીં આવે તો જૂનાગઢ મહાશિવરાત્રી મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાય હતી આ વાતને લઈને આજે ગિરનાર ક્ષેત્રના પીઠાધિશ્વર જયશ્રીકાનંદ ગીરી એ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી મેળાનો બહિષ્કાર કરવાનો સવાલજ નથી મેળો કોઈપણ સંજોગે યોજાશે આ ખુલાસાને લઇને ભાવિક ભક્તો તેમજ રમતા જોગી કહેવાતા સાધુ સંતો માં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર પઠાણ ફિલ્મમાં વાંધા જનક દ્રશ્યોને લઈને તાજેતરમાં કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યું હતું અને એવી વાત વહેતી થઈ હતી કે જો ફિલ્મમાંથી વાંધા જનક દ્રશ્યો હટાવવામાં નહીં આવે તો પરંપરાગત યોજાતા જૂનાગઢ ના મહાશિવરાત્રી મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ સંદર્ભે આજે ગિરનાર ક્ષેત્રના પીઠાધિશ્વર જયશ્રીકાનંદ ગીરીજીને પૂછતાં તેમણે આ વાતને સમર્થન આપ્યું ના હતું, અને જણાવ્યું હતું કે આ જાહેરાત તદ્દન ખોટી છે, અને એક જૂના અખાડાના આગેવાન સંત તરીકે તેમને આ વાતની કોઈપણ દ્વારા જાણ કરવામા આવી નથી બીજી બાજુ કોઈપણ ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો હટાવવાએ સેન્સર બોર્ડ તેમજ સરકારના જવાબદાર વિભાગની છે, અને એ લોકો એમનું કામ કરશે કોઈપણ સમાજ કે ધર્મની આદિ અનાદિકાળથી ચાલી આવતી ધાર્મિક પરંપરા વિરોધના ભાગરૂપે બંધ કરી ના શકાય આ દિવસે ત્રણેય અખાડાના વરિષ્ઠ સંતો પોત પોતાના દેવતાના પૂજન અર્ચન કરી શાહી સ્નાન કરવાની પરંપરા છે, આ પરંપરા એક ધાર્મિક પરંપરા છે અને તેને કોઈપણ સંજોગોમાં નિભાવવામાં આવશે અગાઉના વર્ષોમાં કોરોના જેવા મહા ભયંકર કાળમાં સરકાર દ્વારા પણ આ પરંપરા માટે કુણું વલણ રાખવામાં આવ્યું હતું ત્યારે હાલની આ જાહેરાત કોઈપણ વરિષ્ઠ સંતો દ્વારા કરવામાં આવી નથી કે તેમને આ અંગે કસી જાણ નથી જૂનાગઢ ખાતે આદિ અનાદિ કાળથી ચાલી આવતી પરંપરા મુજબ મહાશિવરાત્રી મેળો ખૂબ જ ભવ્યતાથી ઉજવાશે તેઓ તેમણે ખુલાસો કર્યો હતો.