માણાવદરના થાપલા ગામેથી વિદેશી દારૂ સહિત રૂ.૧૦.૩૯ લાખનો મુદ્દામાલ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાંચ

પોલીસે દારૂ મંગાવનાર બે બુટલેગરો સહિત મોબાઈલ નંબરના આધારે કુલ પાંચ બુટલેગરો સામે ગુનો નોંધ્યો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : રેન્જનાં ડીઆઈજીની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજાનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમોને સંપુર્ણપણે ડામી દેવા સુચના આપેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના ઈન્ચાર્જ પી.આઈ.જે.જે. પટેલ તથા પીએસઆઇ જે.જે.ગઢવી તથા સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય અને આજરોજ પીએસઆઇ જે જે ગઢવી તથા એએસઆઇ. વી. કે. ચાવડા તથા પોલીસ સ્ટાફને સંયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, માણાવદર તાલુકના ખાંભલા ગામના સાજણ ભીલાભાઇ કોડીયાતર રબારી તથા ધ્રુવ મૂળુભાઇ ઉલવા રબારીએ પોતાના સાગ્રીતો સાથે મળીને પુર્વ આયોજીત કાવત્રુ કરી મોટો આર્થીક નફો મેળવવા માટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી ખાંભલા ગામના પાદરમાં આવેલ ખુલ્લી જગ્યામાં આ દારૂના જથ્થાનું કટીંગ કરે છે અને પોતાના સાગરિતો સાથે મળીને આ કટીંગ કરે છે, દારૂનો જથ્થો સગેવગે કરવાની તૈયારીમાં છે. તેવી ચોક્કસ બાતમી મળેલ જે આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૫૧,પેટીઓ જેની કિં.રૂ.૭,૬૯,૨૦૦/- તથા બોલેરો પીકપ વાન તથા મોબાઇલ સહિત રૂ.૧૦,૩૯,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરી હાજર નહીં મળેલ આરોપી સાજણ ભીલાભાઇ કોડીયાતર રબારી તથા ધ્રુવ મુળુભાઇ ઉલવા રહે બંને થાપલા તા. માણાવદર તથા બોલેરો પીકઅપનો ચાલક તથા મો.નં.૮૮૪૯૯૮૨૧૯, મો.નં. ૯૧૭૩૪૭૯૫૧૬ ના ધારકો સહિત પાંચ આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ બાંટવા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો.





