JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં નોકરી વગર પગારની લ્હાણી

બાયો મેટ્રીક હાજરી તેમજ સીસીટીવી કેમેરા ચેક થાય તો કર્મચારીઓની પોલ ખુલશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરિચા – જુનાગઢ
જૂનાગઢ : સિવિલ હોસ્પિટલમાં નોકરી કરો કે ના કરો પગાર તો આવે જ અને પોલ ખુલે ત્યારે પાછો પગાર પણ જમા કરાવે આવુ કરવામાં સિવિલ હોસ્પિટલના ઘણા બધા કર્મચારીઓની મીલીભગત છે કે કેમ? આ લાગતા વળગતા સુત્રો સહિત હોસ્પિટલ સ્ટાફમાં ગણગણાટ શરૂ થયો છે.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર આ મામલે ફરિયાદી ભરત નટુભાઈ મારવાડીએ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલને સંબોધીને ફરિયાદ કરી છે, કે તેમણે વારંવાર અરજી કરી હોસ્પિટલના કર્મચારીએ એલ.ડબલ્યુ.પી. ની રકમ હોસ્પિટલમાં રોકડા જમા કરાવેલ છે.
તેમણે પોતાની રજૂઆતમાં ઉમેર્યું હતું, કે DNS કર્મચારી હેમાબેન આનંદપરા દ્વારા સંજયભાઈ બકોતરા ફરજ પર આવેલ નથી તેની તેમણે ગત્ તા. ૧-૨-૨૦૨૩, તા. ૮-૨-૨૦૨૩, તા. ૧૧-૫-૨૦૨૩, તા. ૨૩-૨-૨૦૨૩ ના રોજ આમ તબક્કાવાર અરજી કરેલ હતી.
તેમની અરજીને ધ્યાને લઈ તબીબી અધિક્ષકે માત્ર ને માત્ર એલડબલ્યુપી સંજયભાઈ બકોતરાની રોકડ રકમ રૂા.૧૬૨૨૦ ભરપાઈ કરેલ જો તેમણે અરજી ના કરી હોત તો આ બાબતને કોઈ ધ્યાનમાં જ ન લેત અને આવી જ રીતે સરકારના અને પબ્લિકના પૈસાથી મોજમજા કર્યા રાખત અને આવા કર્મચારીઓ ઉપર હોસ્પિટલના ઉચ્ચ કર્મચારીઓની મીલીભગતને કારણે જ આ બધુ થયા રાખે છે.
તેમણે પોતાની રજૂઆતમાં માંગ કરી હતી કે, આની તપાસ થાય તો જૂનાગઢ સીવીલ હોસ્પીટલના ઘણાં બધા કર્મચારીઓની પોલ બહાર આવે તેમ છે. અને હોસ્પિટલના ઉચ્ચ કર્મચારીઓની મીલીભગતના કારણે આ કર્મચારી સંજય બકોતરા અમુક સમયે ફરજ પર ગેરહાજર હતા છતાં પણ હેમાબેન આનંદપરાએ રેગ્યુલર હાજરી પુરેલ છે. જો આ સમય દરમ્યાન ફરજ પર આવેલ હોય તો તેનું સી.સી.ટી.વી. અને બાયોમેટ્રીક તપાસવામાં આવે.
તેમજ એલડબલ્યુપી સંજયભાઈ બકોતરા ગત જાન્યુઆરી-૨૦૨૩ માં પણ તા. ૧-૧-૨૦૨૩ થી તા. ૧૦-૧-૨૦૨૩ સુધીના વચગાળામાં તે હરિદ્વાર ગયેલા હતા, તે દરમ્યાન તેણે બે-ત્રણ દિવસની સી.એલ. (રજા) મૂકેલ હતી, અને બાકીના દિવસોમાં તેની હાજરી ઉચ્ચ કર્મચારી હેમાબેન આનંદપરાએ જ પુરેલ છે. આ સંદર્ભે તેમણે પોતાની માંગમાં જણાવ્યું હતું કે હેમાબેન આનંદપરા અને સંજયભાઈ બકોતરાના સી.સી.ટી.વી ફુટેજ અને બાયોમેટ્રીકની કોપી ચકાસવામાં આવે તો સત્યની જાણ થશે. તેમજ આ એલડબલ્યુપી સંજયભાઈ બકોતરાએ જૂનાગઢ મેડીકલ કોલેજના તત્કાલીન ડીન ડો. સુરેશ રાઠોડને હોસ્પિટલના કેમ્પસમાં જઈને મારામારી અને ગાળાગાળી કરેલ હતી, જેનો ગુન્હો પણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. છતાં પણ આવા માથાભારે કર્મચારી જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં કાયમી થાય તો તેની મનમાની કરશે તો આવા કર્મચારીને તાત્કાલીક સસ્પેન્ડ કરવા તેમણે પોતાની માંગમાં ઉમેર્યું હતું.
પોતાની રજૂઆત રાજ્યના ટોચના પદાધિકારીઓ અને અધિકારીઓને મોકલી આ બાબતે તેમને જો દિવસ-૮ માં સજયભાઈ બકોતરા અને હેમાબેન આનંદપરા બંન્ને કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી નહી હાથ ધરવામાં આવે તો તેઓ ન્યાય માટે કોર્ટનો સહારો લેવો પડશે તેવી ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button