
તા.૨/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ના અનુસંધાને સ્વીપ હેઠળ નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા બહુઆયામી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ૭૫–ધોરાજી વિધાનસભા મતદાર વિભાગમાં સામેલ મોટી મારડ ખાતેની પરીશ્રમ શાળા તેમજ ન્યુ બેસ્ટ ઈંગ્લીશ સ્કુલ ખાતે મતદાતા જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચિત્ર સ્પર્ધા અંતર્ગત શાળાના બાળકોએ મતદાન અંગે જાગૃતિ ફેલાવતા સંદેશાઓની રંગબેરંગી અભિવ્યક્તિ કાગળ પર ચિત્રો દોરીને કરી હતી. સ્પર્ધામાં સારું પ્રદર્શન કરનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. વધુમાં વિદ્યાર્થીઓ ૭ મેના રોજ મતદાન કરવા માટે પોતાના સ્વજનોને પ્રેરિત કરે તેવી અપીલ કરવામાં આવી હતી. સ્વસ્થ લોકશાહી માટે દરેક નાગરિક પોતાની મતદાનની પવિત્ર ફરજ નિભાવે તે જરૂરી છે, જે સુનિશ્ચિત કરવા ભવિષ્યના મતદાતાઓને જાગ્રત કરવાના દુરંદેશી અભિગમથી ચૂંટણી પંચની પ્રેરણાથી શાળાના બાળકો માટે આવા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.