JUNAGADHJUNAGADH CITY / TALUKO

ગુજરાતનાં સૌથી વિશાળ ડર્મા-કોસ્મેટોલોજી અને આધુનિક સુવિધાથી સજ્જ ‘એસ્થે કાયા કલ્પ’ કલીનીકનો આજથી જૂનાગઢમાં શુભારંભ

વર્લ્ડ કલાસ સ્કીન અને હેર ટ્રીટમેન્ટ હવે જૂનાગઢનાં આંગણે ઉપલબ્ધ કરાવનાર ડો.બોરખતરીયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરમાં સ્કીન હેર અને લેસર કલીનીક ક્ષેત્રે આધુનિક યુગનાં મંડાણ થઈ ગયા છે. જેમાં આજરોજ તા. ૫ માર્ચ ૨૦૨૩ અને રવિવારનાં દિવસે શુભ મુર્હુતમાં શુભેચ્છકો, સ્નેહી મિત્રોની ઉપસ્થિતિમાં જૂનાગઢનાં ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર ગોલ્ડન ટ્રેડ સેન્ટરની બાજુમાં “એસ્થે કાયા કલ્પ” કલીનીકનું નવપ્રસ્થાન સાથે ભવ્ય શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ સોરઠ અને સૌરાષ્ટ્રની જનતાને આધુનિક સુવિધાનો લાભ મળી શકે તે માટે જૂનાગઢનાં જાણીતા સ્કિન સ્પેશ્યાલીસ્ટ ડો. પિયુષ. બી. બોરખતરીયા અને ડો. મિતલ. પી. બોરખતરીયાનાં વડપણ હેઠળનું ગુજરાતનું સૌથી વિશાળ ડર્મા-કોસ્મેટોલોજી કલીનીકનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. ગુજરાતનાં સૌથી વિશાળ એવા ડર્મા-કોસ્મેટોજી કલીનીકમાં કોન્ફરન્સ રૂમ, ઓફિસ, વેલનેસ એરીયા, હેલ્થ ટ્રીટમેન્ટ એરીયા, થેરાપી એરીયા, કન્સલટેન્શન એરીયા, ઓર્ગેનીક કોસ્મેટીક મોલ સહીતનાં વિભાગોનો સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાતનાં સૌથી વિશાળ ચામડી, વાળ, લેસર સહિતની આધુનિક સારવાર પધ્ધતિ એસ્થેટીક અને ડર્મા સર્જી કલીનીકમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે. અને જેનો જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લેવા ડો. પિયુષ બોરખતરીયા અને ડો. મિતલ બોરખતરીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
તેમજ આજરોજ ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર એસ્થે વેલનેસ બિલ્ડીંગ ખાતે એસ્થે કાયા કલ્પ ડર્મા કોસ્મેટોલોજી કલીનીકનો શુભારંભ પ્રસંગે આમંત્રીત મહેમાનો, શુભેચ્છકો અને સ્નેહી મિત્રોએ ડો. પિયુષ બોરખતરીયા અને ડો. મિતલ બોરખતરીયાને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button