ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ અંતર્ગત જળ સંચય યોજના માં તળાવો ઊંડા કરવામાં મસ મોટો ભ્રષ્ટાચાર થાય તો નવાઈ નહિ….! અધિકારો અને તંત્ર શાંત 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ અંતર્ગત જળ સંચય યોજના માં તળાવો ઊંડા કરવામાં મસ મોટો ભ્રષ્ટાચાર થાય તો નવાઈ નહિ….! અધિકારો અને તંત્ર શાંત

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જળસંચયના નામે સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવી રહ્યો છે.મેઘરજ તાલુકામાં ચાલી રહેલા જળસંચય અભિયાન હેઠળ ચાલતા કામોમા તળાવ ઉંડા કરવાની કામગીરી મા વધુ એક ભ્રસ્ટાચાર સામે આવ્યો હોય તેવુ જોવામળ્યુ છે મેઘરજ ના કાલીયાકુવા મા આવેલ નળાવાળુ તળાવ મા માત્ર લેવલીંગ કરી કોટ્રાકટર ધ્વારા કામ પુર્ણ કરી દીધેલ છે ત્યારે કોટ્રાટર અને અધિકારી ધ્વારા મિલીભગત લઈ સ્થાનીકો ધ્વારા પણ તળાવમાં ભ્રસ્ટાચાર થયુ હોય તેવા આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ગ્રામજનો ધ્વારા યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે

વારંવાર સુજલામ સુફલામ યોજના ના નામે લાખો રૂપિયા થી લઈને કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર થયાં ની વાતો રટન થતી હોય તેવું લાગી રહ્યું છે અરવલ્લી જિલ્લામાં યોજના ના નામે લાખો રૂપિયાના જાણે તળાવો ઊંડા કરવાના નામે કોન્ટ્રાકટરો માત્ર બીલો ઉધારે તો નવાઈ નહિ વારંવાર અહેવાલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવી રહ્યા છે પણ જાણે કે અધિકારીઓ એસીની હવામાં મસ્ત હોય તેવું લાગી રહયું પણ આ બાબતે કોઈ યોગ્ય તપાસ પણ થતી નથી તેવું પણ લાગી રહ્યું છે ત્યારે આ બાબતે હવે જો અધિકારીઓ સુજલામ સુફલામ જળ સંચય યોજના ની તપાસ થાય તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે હવે જોવાનું રહ્યું કે શું તપાસ થશે કે નહિ તે જોવાનું રહ્યું

[wptube id="1252022"]
Back to top button