GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયાના ખાખરેચી ગામે જુગાર રમતા બે પતાપ્રેમી ઝડપાયા

માળીયાના ખાખરેચી ગામે ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા બે ઝડપાયા
માળીયા(મી)ના ખાખરેચી ગામની સીમમાં ખુલ્લા પટ્ટમાં તીનપત્તીનો જુગાર રમતા બે જુગારીને રોકડા રૂ.૧૦,૪૦૦/-સાથે ઝડપી લીધેલ હતા.

મળતી માહિતી અનુસાર માળીયા મી. તાલુકાના ખાખરેચી ગામની સીમમાં બંસી કારખાનાની સામે આવેલ કાચા રસ્તે ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા કેશવજીભાઈ મુળજીભાઈ કાલરીયા ઉવ-૫૫ રહે.મોરબી મહેન્દ્રનગર કાંતીજ્યોત બ્લોક નં.એફ-૧ તા. જી-મોરબી તથા રમેશભાઈ અરજણભાઈ વરસડા ઉવ-૫૧ રહે.અણીયારી તા. જી-મોરબીને માળીયા(મી) પોલીસે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૧૦,૪૦૦/- કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠ ગુન્હો રજી. કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








