JUNAGADHJUNAGADH CITY / TALUKO

રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા

જૂનાગઢના પ્રજાજનોને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્રનું આમંત્રણ: https://forms.gle/dh616SYgtPwFJZuAA લિંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કલેકટરશ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ગરિમામય અને સુચારું ઉજવણી માટે રચાયેલી સમિતિના વડાઓએ પૂર્વ તૈયારીઓની વિગતો રજૂ કરી હતી. તે સંદર્ભે કલેક્ટરશ્રીએ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં આવાસ, ભોજન, લાઈટ, મંડપ, રોશની, સફાઈ, પરેડ, ટ્રાફિક અને સલામતી નાગરિકોની બેઠક વ્યવસ્થા, મહાનુભાવોને આમંત્રણ ધ્વજ વંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, આરોગ્ય, પ્રોટોકોલ સહિતના મુદ્દે પરામર્શ કરવામાં આવ્યો હતો.
ઉપરાંત જૂનાગઢના આંગણે રાષ્ટ્રીય પર્વનો ખૂબ મોટો અવસર છે. ત્યારે જૂનાગઢની જાહેર જનતાને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આયોજિત સાંસ્કૃતિક અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં લોકોએ સહભાગી બનવા https://forms.gle/dh616SYgtPwFJZuAA લિંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ, અધિક નિવાસી કલેકટરશ્રી એન.એફ. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જાડેજા સહિત વિવિધ સમિતિના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button