JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં ૧૮૯ ધાર્મિક અને ૨૫ પ્રવાસ સ્થળોએ સફાઈ ઝુંબેશ

જૂનાગઢ જિલ્લામાં ૧૮૯ ધાર્મિક અને ૨૫ પ્રવાસ સ્થળોએ સફાઈ ઝુંબેશ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ તા.૨૨ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં આજે ૧૮૯ ધાર્મિક અને ૨૫ પ્રવાસ સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જરૂરી સંકલન કરવામાં આવ્યું હતું.
આ સફાઈ અભિયાનમાં માતબર ૧૧૧૧ કિલો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફાઈ ઝુંબેશમાં સફાઈ કર્મીઓની સાથે સ્થાનિક નાગરિકો પણ જોડાઈને સ્વચ્છતાના સેવાયજ્ઞમાં શ્રમદાન કર્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના જાહેર સ્થળોને વધુ સ્વચ્છ અને રળિયામણા બનાવવા સફાઈ ઝુંબેશનું આયોજનબદ્ધ રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેની પ્રતિદિન કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં સુચારું અમલવારી કરવામાં આવી રહી છે. સ્વચ્છતાની આ ઝુંબેશને રાજ્ય સરકારે પણ સતત બે માસ ચલાવવા માટે નિર્ણય કર્યો છે. જેથી સ્વચ્છતાનું સ્તર ઉંચુ આવી શકે. સાથો સાથ સ્વચ્છતા જાળવવા માટે એક વ્યાપક જનજાગૃતિ પણ ઉભી થાય.

[wptube id="1252022"]
Back to top button