JUNAGADHJUNAGADH CITY / TALUKO

ગરવા ગિરનાર પર બિરાજમાન અંબા માતાના દર્શન કરતા કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

શાસ્ત્રોત પૂજન કરી, દેશ બાંધવોની સુખ, સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગરવા ગિરનાર પર બિરાજમાન અંબા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
તેમણે શાસ્ત્રોત પૂજન કરી દેશ બાંધવોના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણની મંગલ કામના કરી હતી.
મંત્રીને અંબાજી મંદિર ખાતે સેવારત મહંતશ્રીએ પ્રસાદીની ચુંદડી અર્પણ કરી હતી.
મંત્રીએ રોપવેના માધ્યમથી માં આંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, કોર્પોરેટર દિવાળીબેન પરમાર, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ વત્સલાબેન દવે, મહિલા અને બાળ વિકાસ અધિકારી ચંદ્રેશ ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી મુકેશ વારસુર ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button