JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા આત્મીય સંસ્કાર કેન્દ્ર ખલીલ પુર રોડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા જન હિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જન જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ આજ આત્મીય સંસ્કાર કેન્દ્ર,ખલીલ પુર રોડ ખાતે યોજાયો હતો.
ત્યારે રથનું સ્વાગત નાની બાળાઓ અને ઉપસ્થિત મહાનુભવો દ્વારા કુમ કુમ તિલકથી કરવામાં આવ્યું, તેમજ ઉપસ્થિત મહાનુભવોનું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમ કુંમ તિલક કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. તેમજ મિલેટ્સ દ્વારા મહાનુભવોનું અભિવાદન કરવામાં આવ્યું.
તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સવાઁગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી.
ત્યાર બાદ સરકારી શાળાની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સ્ટેજ પરથી સરકારની પી.એમ.સ્વનિધિ.ઉજ્જ્વલા, પી.એમ.વિશ્વકર્મા, પી.એમ.ઉજ્જવલા, પી.એમ.મુદ્રાલોન,સ્ટાર્ટઅપ ઇન્ડિયા-સ્ટેન્ડઅપ ઇન્ડિયા,પી.એમ. આવાસ યોજના (અર્બન), આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વગેરેના લાભ પ્રતિકૃતિ રૂપે આપવામાં આવ્યા.ત્યાર બાદ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભ લેનાર લાભાર્થીઓ દ્વારા તેમની ભાવનાઓને શબ્દોરૂપે રજુ કરી હતી.
ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભવો દ્વારા સરકારની યોજનાઓના સ્ટોલની મુલાકાત લેવામાં આવી.
આ તકે સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર પ્રફુલ્લાં બેન ખેરાળા, કાર્યપાલક ઇજનેર અલ્પેશભાઈ ચાવડા,સ્ટોર કીપર રાજુભાઈ મહેતા, ભરતભાઈ મુરબીયા, મુખ્ય સેવિકા હંસાબેન ગામી,વોર્ડ પ્રભારી પબારી ભાઈ, અગ્રણી હસમુખભાઈ ખેરાળા, પ્રમુખ શૈલેષભાઈ વાઢિયા, અગ્રણી ભાવેશભાઈ ક્યાડા, જીતભાઈ તરૈયા તેમજ અધિકારીઓ/કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button