૭૫માં પ્રજા સત્તાક દિને નશાબંધી મંડળ, ગુજરાત, અમદાવાદ દ્વારા નશા મુક્તિ નું નાટક”ના, મારે જીવવું છે” ભજવાયું.

૭૫ માં પ્રજા સત્તાક દિન ની ઉજવણી સોમનાથ ભૂદર્ નો અરો, રિવર ફ્રન્ટ પાસે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે હવેલી પોલીસ સ્ટેશન ના પી. આઈ શ્રી પંકજભાઈ ભાટી સાહેબ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પી. આઈ. પંકજભાઈ ભાટી સાહેબ,ભગીરથ મહારાજ,રાજેન્દ્ર સિંહ ઝાલા,ભાવેશભાઈ રાવળ,અનિલ મિશ્રા,પ્રો.લલિતભાઈ પૂજારા એન એસ એસ. પ્રોગ્રામ ઓફીસર, સરદાર વલ્લભભાઈ પટેલ કોમર્સ કોલેજ ,નશાબંધી મંડળ ના કર્મચારી દિલીપભાઈ પારેખ, સ્થાનિક આગેવાનો,પ્રજાજનો અને બાળકો ની હાજરી માં રાષ્ટ્ર ગાન ગાઈ ને બાળકો એ હાથ માં રાષ્ટ્ર ધ્વજ લહેરાવી દેશ પ્રેમ અને પ્રજાસત્તાક દિન ની ગરિમા વધારી હતી.
આ પ્રસંગે નશાબંધી મંડળ,અમદાવાદ દ્વારા વ્યસન મુક્તિ નું નાટક “ના, મારે જીવવું છે ” નાટક નું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશ ના વિકાસ માટે વ્યસન મુક્ત ભારત ની આજે ખૂબ જરૂર છે.જેમ દેશ માટે બંધારણ ,કાયદો કાનૂન જરૂરી હોય છે તેમ વ્યક્તિ એ સુખી જીવન જીવવા માટે પોતાનું બંધારણ બનાવવું પડે_ભણતર, પરિવાર,પરિવાર માં પ્રેમ,લાગણી, કાળજી,બાળકો ને શિક્ષિત બનાવવા અને ઘરનો વ્યક્તિ મુકત રહે તો ઘર,સમાજ અને રાષ્ટ્ર ની ઉન્નતિ થશે.
આ વાત વ્યસન મુક્તિ ના દ્વારા મુકેશ જાની, રવિ રાઠોડ, રેખા જાદવ અને ભરત પંચોલી એ પૂર્વી આર્ટ થીએટરસ દ્વારા એ અસરકારક પ્રસ્તૃતિ કરી હતી. નાટય લેખન અને દિગ્દર્શન ભરત પંચોલી નું હતું.






