JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ ભાજપ પ્રભારી ચંદુશેખરભાઈ દવેની અધ્યક્ષતામા મહત્વની બેઠક મળી

ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પણ ખાસ ઉપસ્થિત રહયા આગામી સમયમાં થનાર જૂનાગઢના વિકાસ અંગે ચર્ચા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મનોરંજન સર્કીટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના પ્રભારી, ચંદ્રશેખર દવેના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી.
આ બેઠકના ભાજપના નગરસેવકો તથા જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા તેમજ મહાનગરપાલિકાના મેયર ગીતબેન પરમાર તેમજ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા સહીતના પદાધિકારીઓ તેમજ અતિથિ વિશેષ તરીકે જુનાગઢના ધારસભ્ય સંજય કોરડીયા ખાસ ઉપસ્થિત રહયા હતા.
આ બેઠકમાં મહત્વના મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને આગામી તા.૯મી માર્ચના રોજ અમદાવાદ ખાતે યોજાનાર ભારત ઓસ્ટ્રેલીયા મેચ અનુસંધાને ઓસ્ટ્રેલીયા તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. જૂનાગઢના ભાજપના કાર્યકર્તાઓને તેમજ જૂનાગઢ મત વિસ્તારના કાર્યતાને માટે આ મેચ નિહાળવા માટેની સુવિધા અંતર્ગત પાસનું વિતરણ તેમજ વિધાનસભા ગૃહની ચાલતી કાર્યવાહી અને સચિવાલયની ચાલતી કાર્યવાહી અંગે જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના પાર્ટીના કાર્યકર્તાઓને વિધાનસભા ગૃહની કાર્યવાહીથી માહીત ગાર કરવા માટે આ બન્ને વિભાગની મુલાકાત માટે કામગીરી અંગે નકકી કરવમાં આવ્યુ હતું, અને સચિવાલયની મુલાકાત તેમજ વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન પાર્ટીના કાર્યકરોને લઈ જવા માટેનો નિર્ણય કરવામાં આવેલ આ ઉપરાંત નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષમાં જૂનાગઢ વિધાન સભા ક્ષેત્રના વિકાસ કાર્ય માટેની ફાળવવામાં આવતી ગ્રાંન્ટ તેમા ખાસ કરીને જૂનાગઢ શહેર માટેની ફાળવવામાં આવતી ગ્રાંન્ટ માંથી કયા વિકાસ કામોને પ્રાથમિકતા આપવી તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button