રેલવે RJT DIVકહે છે–AIDSથી બચો
રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ દ્વારા “વિશ્વ એઇડ્સ દિવસ” નિમિત્તે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન
જામનગર (ભરત ભોગાયતા)
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વની કુમારના માર્ગદર્શન હેઠળ આજે “વિશ્વ એઇડ્સ દિવસ” નિમિત્તે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે “વર્લ્ડ એઇડ્સ દિવસ” માટે એક નવી થીમ સેટ કરવામાં આવે છે અને આ વર્ષની થીમ છે: ‘સમુદાયોને લીડ કરવા દો’.
રેલવે હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. રાજ કુમારે જણાવ્યું હતું કે કોઈપણ હોસ્પિટલની સફળ કામગીરી માટે ચાર સ્તંભ મજબૂત હોવા જરૂરી છે. પ્રથમ ડોકટરો છે, સારા અને કુશળ ડોકટરો; બીજો પેરા મેડિકલ સ્ટાફ એટલે કે નર્સ, ફાર્માસિસ્ટ, ડ્રેસર, વોર્ડ બોય અથવા બહેન વગેરે અને ત્રીજો સફાઈ કર્મચારીઓ છે જેમની પાસે હોસ્પિટલની સફાઈની જવાબદારી છે. ચોથો સ્તંભ સમુદાય છે. HIV અને AIDS એ એક મોટી જાહેર આરોગ્ય સમસ્યા છે. ડો.રાજકુમાર દ્વારા એઇડ્સ રોગ થવાના કારણો, તેનાથી બચવાના ઉપાયો અને સારવારની પદ્ધતિઓ વિશે મહત્વની માહિતી આપવામાં આવી હતી. તેમજ રેલવે હોસ્પિટલના અન્ય પેરામેડિકલ સ્ટાફે સ્વસ્થ રહેવા માટે કઈ જીવનશૈલી અપનાવવી તે અંગે રસપ્રદ અને ઉપયોગી માહિતી આપી હતી.
આ જનજાગૃતિ કાર્યક્રમમાં રેલવે હોસ્પિટલના પેરામેડિકલ સ્ટાફ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને વિઝન સ્કૂલના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.તેમ પીઆરઓ વિવેક તિવારી એ જણાવ્યુ છે
*****
BGB
gov.accre.Journalist
jmr
8758659878