BHUJKUTCH

કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીએ અસામાન્ય અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે વિવિધ બેન્ક મેનેજરો તથા અમલીકરણ એજન્સીઓ સાથે બેઠક યોજાઇ

 

000000

અસામાન્ય ટ્રાન્ઝેક્શન તથા અન્ય ગેરકાયદે ચીજવસ્તુઓની હેરાફેરી અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેન્ક મેનેજરો તેમજ અન્ય ખાતાના વડાઓને સૂચનો આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી

000000

ભુજ, મંગળવાર

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને નોડલ અધિકારીઓ તથા અમલીકરણ એજન્સીઓમાં પોલીસ વિભાગ, સી.જી.એસ.ટી. એસ.જી.એસ.ટી, ફોરેસ્ટ, ઈન્કમટેક્ષ, કસ્ટમ, પોસ્ટ ઓફીસ, આર.પી.એફ. સી.આઇ.સી.એફ, બી.એસ.એફ, એરપોર્ટ ઓથોરીટી સાથે કલેકટર કચેરી ખાતે ખાસ બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરાએ બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી બાબતે દેખરેખ રાખી ચૂંટણી વિભાગને માહિતીગાર કરવા જણાવ્યું હતું. કોઈ સામાન્ય નાગરિકો તેમજ અન્ય કોઈને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ છેલ્લા લાંબા સમયથી (સાયલેન્ટ એકાઉન્ટ) ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓની માહિતીને ચૂંટણી તંત્રના ધ્યાને દોરવા સૂચનાઓ આપી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં/ મતવિસ્તારમાં આવી તબદિલીના કોઈ પણ પૂર્વ દ્રષ્ટાંત વગર બેન્કના એક ખાતામાંથી અન્ય કેટલાંક વ્યક્તિઓના ખાતામાં આર.ટી.જી.એસ. દ્વારા અસામાન્ય રકમની તબદિલી થઈ હોય તેવી માહિતીનું લીડ બેન્ક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે.

નોમીનેશન ફાઈલ દાખલ કરનાર ઉમેદવાર ઉપરાંત તેમના પરિવારજનો અથવા તેના આશ્રિતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી તંત્રને મોકલવાની રહેશે તેવું જણાવ્યું હતું. આ સાથે વિવિધ અમલીકરણ એજન્સીઓને રોજિંદા કામ ઉપરાંત ચૂંટણીને અનુલક્ષીને વધુ વિજીલન્સ ગોઠવવા, સીઝર વધારવા, દરેક કામગીરીની જાણકારી નિયમ મુજબ ઇલેકશન સીઝર મેનેજમેન્ટ સીસ્ટમમાં દાખલ કરવી, સર્વેલન્સ ટીમ એકટીવ કરવા ચૂંટણી અધિકારીએ ખાસ સૂચના આપી હતી. ખાસ કરીને ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ ન થાય તેમજ ચૂંટણી યોગ્ય વાતાવરણમાં યોજાઇ શકે તે માટે નિયમ વિરુધ્ધ કેશ, લીકર, ડ્રગ્સ સહિતની હેરાફેરીના મામલે વોચ વધારીને સક્રિયતા પૂર્વક કામગીરી કરવા તથા આ મામલે ચૂંટણી તંત્રને ખાસ જાણ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમિત અરોરાએ ખાસ જણાવ્યું હતું.

આ બેઠકમાં ઇન્ચાર્જ કચ્છ સરહદી રેન્જ આઇ.જી અને પશ્ચિમ કચ્છ પોલીસ વડાશ્રી મહેન્દ્ર બગડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ , પૂર્વ કચ્છ પોલીસ વડાશ્રી સાગર બાગમાર, અધિક નિવાસી કલેકટરશ્રી મિતેશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઇ, લીડ બેન્ક મેનેજર તથા વિવિધ અમલીકરણ એજન્સીના વડાઓશ્રી સહિત વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button