VALSADVALSAD CITY / TALUKO

વલસાડની સરકારી ઇજનેરી કોલેજની જી ટી યુ ઇન્ટર ઝોન વોલીબોલ સ્પર્ધામાં ઝળહળતી સફળતા

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૮ સપ્ટેમ્બર

ગુજરાત ઇન્ટર ઝોન કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન જી ટી યુ દ્વારા રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજની વિદ્યાર્થિનીઓની ટીમે યુનિવર્સિટીની સમગ્ર કોલેજો પૈકી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું હતું.

ગર્લ્સ વોલીબોલ સ્પર્ધામાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજની કુલ ૩ વિદ્યાર્થિની ખુશી પટેલ, નેહા થોરાટ અને ઝીલ ટંડેલ તેમજ બોય્સ વોલીબોલ સ્પર્ધામાં આર્યન ટંડેલ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરી જી.ટી.યુ વોલીબોલ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પસંદગી પામેલા વિદ્યાર્થી એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીસ (એ.આઈ.યુ) દ્વારા આયોજિત વોલીબોલની સ્પર્ધામાં જી.ટી.યુ. નું પ્રતિનિધિત્વ કરશે. આ ઝળહળતી સફળતા બદલ સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. વી. ડી. ધીમન તથા આચાર્ય ડૉ.વી.એસ.પુરાણી દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને તથા ટીમ મેનેજર પ્રો. પી.જે.પટેલ તથા પ્રો. કે.એ.ચૌધરી તથા રાજકોટ ખાતે ટીમ સંચાલક પ્રો. ભૂમિકા દોમડીયાને  અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓ ઈતર પ્રવૃત્તિઓમાં રસ દાખવે એ માટે કોલેજના આચાર્ય ડો. વી.એસ.પુરાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

[wptube id="1252022"]
Back to top button